Wed. Dec 4th, 2024

વડોદરા: મોબાઈલમાં વ્યસ્ત યુવકનું સિટી બસની અડફેટે મોત, ડ્રાયવરની ધરપકડ સસ્પેન્ડ

વડોદરાના વાઘોડિયા તાલુકાના પીપળીયા ગામ પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો. આ અકસ્માતના CCTV ફુટેજ સામે આવ્યા છે. રોડ ક્રોસ કરી રહેલા યુવકનું સિટી બસની અડફેટે આવતા નિધન થયું છે. સમગ્ર બનાવ મામલે બસ ડ્રાયવરની ધરપકડ કરી તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

 

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, રોડ ક્રોસ કરી રહેલો યુવવક મોબાઈલમાં એટલો વ્યસ્ હતો કે તેણે બસનો અવાજ સંભળાઈ જ  નહીં અને બસની અડફેટે આવી જતા સ્થળ પર જ તેનું મોત થયું હતું.આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી.ઘટનાને પગલે ત્યાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.પોલીસ પણ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હાલમાં વ્યક્તિના મ-તદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. મજતક યુવક સચિન કશ્યપ ઉત્તરપ્રદેશનો રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે.

 

વાઘોડિયા પોલીસે આ બનાવ અંગે સિટી બસ સામે અકસ્માતનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી. બીજી બાજુ સીટી બસના સંચાલકો દ્વારા બસ ચાલકને નોકરીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

Related Post

Verified by MonsterInsights