Wed. Dec 4th, 2024

વડોદરા : 25 ટકા ફી રાહત આપવાનો ઇન્કાર, ફતેહગંજની TCS શાનેન શાળાની મનમાની

વડોદરા : કોરોના કાળમાં સરકાર દ્વારા ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓને ફીમાં 25 ટકા રાહત આપવાની જાહેરાત કરવામાં આવી હતી.પરંતુ વડોદરાની કેટલીક શાળાઓ દ્વારા સરકારના આદેશની મનમાની કરી 25 ટકા રાહત આપવાનો ઇન્કાર કર્યો છે. વડોદરાના ફતેહગંજની TCS શાનેન શાળા દ્વારા 25 ટકા ફી માફની રાહત આપવામાં નહીં આવતા વાલીઓ દ્વારા આજે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી.


નોંધનીય છે કે, કોરોનાકાળમાં અનેક વાલીઓની આર્થિક સ્થિતિ નબળી બની છે. તો કેટલાક વાલીઓ ફી ભરવા પણ અસમર્થ બન્યા છે. ત્યારે સરકારે શાળાઓને ફી માફી અંગે ફરમાન કર્યું છે. આમછતા અનેક શાળાઓ આ નિયમને ઘોળીને પી રહી છે.

 

Related Post

Verified by MonsterInsights