વડોદરા : વધુ એક વાર ખંડણીખોરોનો આતંક સામે આવ્યો છે. વડોદરામાં મોબાઇલ એસેસરીઝનો વેપાર કરતા વેપારીને એક ટોળકીએ લૂંટી ખંડણીની માંગણી કરી હતી. લૂંટારૂઓની આ ટોળકીએ કરજણમાં દુકાન બતાવવાના નામે વેપારીને લઇ જઇ રસ્તામાં માર મારી 7 લાખ રૂપિયા પડાવ્યા હતા. અને ત્યારબાદ ટોળકીએ વેપારી પાસે 50 લાખની ખંડણીની માંગણી કરી હતી.


ખંડણી દરમિયાન ટોળકીએ જાનથી મારી નાખવાની ધમકીથી ગભરાઇ ગયેલા વેપારીએ પોલીસ ફરિયાદ કરી ન હતી. પરંતુ ટોળકી વલસાડ પોલીસના હાથે ઝડપાઇ જતાં વેપારીએ હાલ પોલીસ ફરિયાદ કરી છે અને ટોળકીના અન્ય આરોપીને ઝડપવા પોલીસે તપાસ આદરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page