વધુ એક લૂંટેરી દુલ્હને યુવકનું દિલ તોડ્યું,38 વર્ષે લગ્ન થયા અને 7 દિવસમાં જ સ્વરૂપવાન યુવતી બધું લઈ ગઈ

0 minutes, 0 seconds Read

રાજ્યમાં લગ્નવાછુંક યુવકને ફસાવીને ભાગી જતી લૂંટેરી દુલ્હન ગેંગ ફરી સક્રિય થઈ છે. અનેક એવા યુવકો છે જેમને પોતાની જીવનસાથી શોધવામાં અનેક મુશ્કેલીઓ પડે છે તેવા સમયમાં માસૂમ લોકોને ફસાવવા માટે આખી ગેંગ સક્રિય હોય છે. જેમાં કન્યા, તેના પરિવારજનો, ઘર અને બધું બોગસ હોય છે. જ્યારે લગ્ન થાય ત્યાર બાદ યુવતી એક સપ્તાહમાં હાથ ફેરો કરીને જતી રહે છે. આવા જ એક યુવકને ફસાવીને તેના ત્રણ લાખ રૂપિયા લઈને એક અઠવાડિયામાં દુલ્હન, તેના સ્વજન ફરાર થઈ ગયા છે. એટલું જ નહીં યુવતીએ પહેલા પણ લગ્ન કર્યા અને યુવકને નૈવેદ્ય કરવાનું કહીને ગઈ અને બીજા લગ્ન પણ કરી લીધા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધીનગર જિલ્લામાં અવેમાં માણસા પાસે રહેતા 38 વર્ષના અલ્પેશભાઈ સોની પોતે સોનીની દુકાનમાં કામ કરીને ગુજરાન ચલાવે છે. માતાના મોત બાદ અલ્પેશ ભાઈ અને તેમના પિતા ઘરે એકલા જ રહેતા હતાં. અલ્પેશ ભાઈ પોતાના માટે સારું પાત્ર શોધતા હતા તેવા સમયે એમના પિતાના પરિચયથી એક મહિલાનો નંબર મળ્યો જેને સોનલ નામની યુવતીની વાત કરી હતી.

લગ્ન સમયે કન્યાના પરિવારે યુવક પાસેથી 3 લાખ લીધા હતા
લગ્ન સમયે કન્યાના પરિવારે યુવક પાસેથી 3 લાખ લીધા હતા

સોનલને જોવા માટે અલ્પેશભાઈ અમદાવાદ આવ્યા હતા ત્યાર બાદ સોનલ અને પરિવારને ઘર જોવા માટે પોતાના ઘરે બોલાવ્યા હતા. ત્યાર બાદ લગ્ન નક્કી થઈ ગયા અને અમદાવાદ ગોમતીપુર નજીક વકીલની ઓફિસ પાસે લગ્ન કરાવ્યા હતા. લગ્ન સમયે સોનલના કહેવાતા સગાંઓએ અલ્પેશભાઈ પાસે 3 લાખ રૂપિયા લીધા હતા. જે રૂપિયા થોડાં થોડા કરીને અલ્પેશભાઈએ ભેગા કર્યા હતા. અલ્પેશભાઈ અને સોનલના લગ્ન થયા બાદ તેઓ માણસા રહેવા ગયા હતા. જ્યાં એક સપ્તાહ બાદ સોનલની માસી તેને નૈવેદ્યના બહાને લેવા આવી હતી અને પોતાની સાથે લઈ ગઈ હતી.

નૈવેદ્યના બહાને પિયર ગયેલી પત્ની પાછી ન આવતા યુવક તેના ઘરે પહોંચ્યો હતો
નૈવેદ્યના બહાને પિયર ગયેલી પત્ની પાછી ન આવતા યુવક તેના ઘરે પહોંચ્યો હતો

​​​​​​​માસી સાથે પિયર ગયેલી સોનલ પાછી આવતી નહોતી અને અનેક વખત વાયદા કરાતા હતાં. જેથી અલ્પેશભાઈ સોનલને શોધવા અમદાવાદ આવ્યા તો સોનલના ઘરે તાળું હતું. એટલું જ નહીં થોડા દિવસ બાદ અલ્પેશભાઈના ઘરે એક ભાઈ આવ્યાં અને કહ્યું કે, મારા સોનલ સાથે લગ્ન થયા હતા અને તમારી પાસેથી ગયા બાદ પણ સોનલના લગ્ન બીજે થયા હતા. આમ લૂંટરી દુલ્હનનો પર્દાફાશ થયો પણ હજી કોઈ આરોપી મળી આવ્યા નથી. હાલ આ અંગે ગોમતીપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

author

Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights