વલસાડ જીલ્લાના ઉમરગામ તાલુકાના કેટલાંક વિસ્તારોમાં ભૂકંપના 3.7 રિક્ટર સ્કેલના હળવા આંચકા અનુભવાયા છે. 2 હળવા કંપન આંચકાથી લોકોએ સોશિયલ મીડિયા પર ભૂકંપની વાતો શેર કરી.
ભૂકંપનું કેન્દ્ર ઉમરગામ તાલુકાને અડીને આવેલા મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના ધૂંડલવાડી વિસ્તારમાં હતું. ભૂકંપથી છેલ્લા આઠ મહિનાથી ગુજરાત અને મહારાષ્ટ્રના ગામોને હચમચાવી રહ્યા છે. આજે ઉમરગામ સહિત મહારાષ્ટ્રના તલાંસરી, બોરડી અને દાહાનુ સહિતના વિસ્તારો ભૂકંપના હળવા આંચકાની ચર્ચા સામે આવી છે.