ગુજરાતના વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે. અને કપરાડામાં 3 ઇંચ વરસાદ પડ્યો હતો, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તેમજ કપરાડામાંથી પસાર થતી બધી જ નદી-નાળાઓ તોફાની સ્વરૂપ ધારણ કર્યું છે. તેમજ અમુક ગામો માં પાણીના વધતાં પ્રવાહના લીધે સંપર્ક વિહોણા થયા છે.
જેમાં ખડકવાળ નજીક આવેલા કોલક નદીના કોઝવે પર નદીનું પાણી ફરી વળ્યું છે. તેમજ આ કોઝવે પર પાણી ફરી વળતા કેટલાક ગામોનો સંપર્ક તૂટી ગયો છે. જેમાં લવકર, વરવટ, સિલઘા અને થપાલદેહી દેવી જેવા ગામો સંપર્ક તૂટી ગયા છે.