Tue. Sep 17th, 2024

વલસાડ / ગુંદલાવ નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર એક પીકઅપ ટેમ્પો અને એક સ્કોર્પિયો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો

વલસાડ : ગુંદલાવ નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર એક પીકઅપ ટેમ્પો અને એક સ્કોર્પિયો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અને બે લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં. અને ઇન્ડિયન નેવીના સિક્કા મારેલો પાસપોર્ટ સ્કોર્પિયોમાંથી મળી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માત બાદ હાઇવે પર લાંબો ટ્રાફિક જામ રહ્યો હતો.

 

આ બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, વલસાડ જિલ્લાના ગુંદલાવ નજીક અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવે પર સુરત તરફથી પુરઝડપે આવી રહેલા એક ટેમ્પો ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને ટેમ્પો ડિવાઇડરની સામેની તરફ કૂદી ગયો હતો. તે સમયે ટેમ્પો મુંબઇથી સુરત આવી રહેલી સ્કોર્પિયો વાહન સાથે ટકરાયો હતો. આ ઘટનામાં ટેમ્પો અને સ્કોર્પિયો ડ્રાઇવર બંનેનાં મોત નીપજ્યાં હતાં.

ઘટનાને પગલે હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકો અને આસપાસના લોકો ભેગા થયા હતા. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસને ટેમ્પોમાંથી વિરજી ઠુમરનું આધારકાર્ડ મળી આવ્યું હતું. રામકુમાર ચૌહાણ નામના શખ્સનો પાસપોર્ટ સ્કોર્પિયોમાંથી મળ્યો હતો.

 

Related Post

Verified by MonsterInsights