Wed. Jan 22nd, 2025

વલસાડ / ડુપ્લીકેટ કાપડનો અંદાજે 28 લાખનો મુદ્દામાલ જપ્ત, રામવાડી વિસ્તારમાં સીઆઈડી ક્રાઈમના દરોડા

વલસાડ : રામવાડી વિસ્તારમાં સીઆઈડી ક્રાઈમ દ્વારા કપડાના જથ્થાબંધ વેપારીના ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. જેમાં બ્રાન્ડેડ કંપનીના લોગો લગાવીને કપડાં વેચતા હોવાનું સામે આવ્યું છે. જેથી અંદાજે દુકાનમાંથી 28 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

ગાંધીનગર અંકિત એન્ટરપાઈઝ નામની દુકાનમાં સી.આઈ.ડી ક્રાઈમ દ્વારા આ રેડ કરવામાં આવી હતી.

જેમાં ડુપ્લીકેટ કાપડાઓ વેંચતા હોવાનાની માહિતી મળતા ક્રાઇબ બ્રાન્ચે 4 નામચીન કંપનીના 3463 નંગતપાસ કરી હતી.

આ સાથે ક્રાઇમ બ્રાંચે બે દુકાન સંચાલકની પણ ધરપકડ કરી છે. નોંધનીય છેકે ધરપકડ કરાયેલ દુકાનદારો બે દુકાનો ભાડે રાખી છેલ્લાં ત્રણેક માસથી કપડાં વેચતા હતા. સીઆઈડી ક્રાઈમે કોપી રાઈટ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Related Post

Verified by MonsterInsights