તમિલનાડુમાં ડીએમ કે, સરકારે એક લિટર પેટ્રોલ પરના ટેક્સમાં 3 રૂપિયાનો ઘટાડો કર્યો છે. ઇંધણના ભાવમાં વધારા માટે કેન્દ્રને જવાબદાર ગણાવતા તમિલનાડુની ડીએમકે સરકારે જણાવ્યું છે કે ગ્રાહકોને રાહત જવાબદારી કેન્દ્ર સરકારની છે. તમિલનાડુના નાણામંત્રી પલાનીવેલ થિયાગા રાજે નાણાકીય વર્ષ 2021-22 માટે રિવાઇઝ્ડ બજેટની જાહેરાત કરતી વખતે પેટ્રોલ ટેક્સમાં 3 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી.
નાણા પ્રધાને વધુમાં કહ્યું કે, મને વિધાનસભાને જાણ કરવામાં ખુશી છે કે સરકારે એક લિટર પેટ્રોલ પર 3 રૂપિયાનો ટેક્સ ઘટાડવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી નોકરિયાત વર્ગને રાહત મળશે. આ નિર્ણયથી રાજ્યની તિજોરી પર રૂ .1,160 કરોડનો વાર્ષિક બોજો પડશે.
પેટ્રોલના ભાવમાં થયેલા વધારાથી આ કેટેગરી સૌથી વધુ પ્રભાવિત છે
ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ પર મે 2014 માં કેન્દ્રનો ટેક્સ 10.38 રૂપિયા હતો જે હવે વધીને 32.90 રૂપિયા થઈ ગયો છે. એ જ રીતે, ડીઝલ પર મે 2014 માં કેન્દ્રનો ટેક્સ 3.57 રૂપિયા હતો જે હવે વધીને 31.80 રૂપિયા થઈ ગયો છે.
ઉલ્લેખનીય છે કે, તમિલનાડુમાં 2.63 કરોડ દ્વિચક્રી વાહનો છે. ગરીબ નોકરિયાત વર્ગ મોટે ભાગે ટ્રાન્સપોર્ટ માટે દ્વિચક્રી વાહનોનો જ ઉપયોગ કરે છે. પેટ્રોલના ભાવમાં થયેલા વધારાથી આ કેટેગરી સૌથી વધુ પ્રભાવિત થઈ હતી. રાજને વધુમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન નોકરિયાત ગરીબ અને મધ્યમ વર્ગની પીડા સમજે છે.