લંડનની હાઈકોર્ટે ભારતમાં વોન્ટેડ જાહેર કરાયેલા ઉદ્યોગપતિ વિજય માલ્યા સામે નદારીનો આદેશ જાહેર કર્યો છે. આ આદેશ બાદ બેંક ઓફ ઈન્ડિયાના નેતૃત્વમાં ભારતીય બેંકોના કન્સોર્ટિયમ વિજય માલ્યા પાસેથી તેમના દેવાની વસૂલી કરવામાં મદદ મળશે.
બ્રિટનની કોર્ટ દ્વારા માલ્યાને નાદાર જાહેર કરવામાં આવ્યો હોય તેવી આ પ્રથમ ઘટના છે. બેંકો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં માલ્યાની કિંગ ફિશર એરલાયન્સને આપવામાં આવેલી લોનની વસૂલાત માટે તેને નાદાર જાહેર કરવાની માગ કરવામાં આવી હતી.
વિજય માલ્યા મુદ્દે વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ શનિવારે કહ્યું હતું કે માલ્યા સામે ભારતે એક મજબૂત કેસ તૈયાર કર્યો છે અને બ્રિટનના અધિકારીઓએ તેના પ્રત્યર્પણ અંગે ખાતરી આપી છે.
વિદેશ સચિવે વિજય માલ્યાના પ્રત્યર્પણમાં થતા વિલંબ અંગે કહ્યું હતું કે અમને કહેવામાં આવ્યું છે કે આ અંગેની પ્રક્રિયા ચાલી રહી છે અને બ્રિટન પક્ષ માલ્યાના પ્રત્યર્પણ અંગે કાર્ય કરી રહ્યું છે.