Fri. Sep 20th, 2024

વુહાન : કોરોનાને કારણે દુનિયા થંભી ગઈ અને ચીનના લોકો ઉજવણીમાં વ્યસ્ત

આખી દુનિયા આજે કોરોનાની પકડમાં છે અને લાગે છે કે દુનિયા અટકી ગઈ છે. ચીનના વુહાનમાં જીવન સામાન્ય થઈ ગયું છે. પ્રથમ જ્યાં કોરોના ફેલાયો હતો. તેવા વુહણમાં હવે વિવિધ ઉજવણી થઈ રહી છે.

તાજેતરમાં ચીનના વુહાનમાં વિદ્યાર્થીઓ માટે સ્નાતક સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 11,000 થી વધુ વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

પ્રોગ્રામમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટંસિંગ વિના વિદ્યાર્થીઓ જોવા મળ્યા.

કોરોના વાયરસ પ્રથમ વખત 2019 માં ચીનના વુહાનમાં ફેલાયો હતો. સંક્રમણને પગલે શહેરને લૉકડાઉન અમલ કરવો પડ્યો.

સ્નાતક સમારોહમાં 2,200 થી વધુ વિદ્યાર્થીઓ વાયરસ પ્રતિબંધોને કારણે ગયા વર્ષે તેમના સમારોહમાં ભાગ લઈ શક્યા ન હતા.

Related Post

Verified by MonsterInsights