આજે સ્વારે 10 વાગે વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું.તેમણે 100 કરોડ રસીના ડોઝ અપાયાની સિદ્ધિ પર લોકોને શુભેચ્છા પાઠવી હતી પરંતુ સાથે જ દિવાળીના અને અન્ય તહેવારો દરમિયાન કોરોના ગાઈડલાઈન અંગે સતર્ક રહેવા અને માસ્ક પહેરવા અંગે ટકોર પણ કરી હતી.
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ગત વર્ષે દિવાળી પર લોકોના મનમાં કોરોનાનો ડર અને ઉદાસી હતી. આ વર્ષે દિવાળી પર 100 કરોડ લોકોને રસીનું કવચ મળી ગયું છે તો લોકોમાં ઉત્સાહ પણ છે. પરંતુ તહેવારોની ઉજવણીના ઉત્સાહમાં કોરોનાની ગાઈડલાઈનને ભુલી ન જવી. કારણ કે કવચ ગંમે તેટલું મજબૂત હોય પરંતુ તેમ છતા સતર્કતા રાખવી જરૂરી હોય છે. આ સાથે જ લોકોએ માસ્ક પહેરવાનું પણ ભુલી ન જવું. માસ્ક પહેરવાને આદત બનાવી લેવી જોઈએ. કારણ કે કોરોના હજુ પણ આપણી વચ્ચે છે.