Sat. Oct 5th, 2024

વેક્સિન લઈ રહેલા વિદ્યાર્થીઓને મળી રહ્યા છે ફ્રી Apple AirPods, જાણો કઈ જગ્યાએ

કોરોનાની રસી લેવા માટે લોકોને પ્રોત્સાહિત કરવા માટે વોશિંગ્ટનમાં અધિકારીઓ યુવાનોને મોંઘી ભેટો આપી રહ્યા છે. જો તમે અથવા કોઈ સંબંધી વોશિંગ્ટન ડીસીમાં રહો છો અને હજુ સુધી કોરોનાની રસીનો એક પણ ડોઝ લીધો નથી, તો હવે તમારા માટે રસી લેવાનો સમય આવી ગયો છે. વોશિંગ્ટનના મેયર મ્યૂરિયલ બાઉઝરે જાહેરાત કરી છે કે યુવાનોને રસીના પ્રથમ ડોઝ સાથે Apple AirPods મફતમાં આપવામાં આવશે. જો તેઓ નસીબદાર હશે તો તેમને રસી આપવામાં આવ્યા બાદ 25 હજાર ડોલર અથવા તો એક આઈપેડ મળશે.

એક અહેવાલ મુજબ, મેયર મ્યૂરિયલે જાહેરાત કરી છે કે જેઓ રસીનો પ્રથમ ડોઝ લેશે તેમને Apple AirPods, ગિફ્ટ કાર્ડ અને સ્કોલરશિપ આપવામાં આવશે. એક ટ્વિટમાં, બાઉસરે લખ્યું છે કે આજે સવારે 10 વાગ્યાથી, ડીસી યુવાનો જેમને બ્રુકલેન્ડ એમએસ, સોસા એમએસ અને જોહ્નસન એમએસ સામે રસી લે છે તેઓ પ્રથમ ડોઝ સાથે 25,000 રૂપિયાની સ્કોલરશિપ, આઈપેડ અથવા તો હેડફોન્સ મળી શકે છે.


જો તમે વિદ્યાર્થી હોવ તો જ તમને ભેટ મળી શકે છે જ્યારે તમે કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો હશે. તમારે તમારા માતા -પિતાને પણ સાથે લઇ જવું પડશે. ઉપરાંત, ભેટ મેળવવા માટે, તમારી પાસે સ્કૂલ આઈડી, ડીસી વન કાર્ડ, કિડ્સ રાઈડ ફ્રી કાર્ડ, રિપોર્ટ કાર્ડ અથવા એનરોલમેન્ટનું પ્રમાણપત્ર સાથે રાખવુ પડશે. તમને જણાવી દઈએ કે રસીનો પ્રથમ ડોઝ લેનાર માતાપિતાના માત્ર એક બાળકને આ ભેટ મળશે.

Related Post

Verified by MonsterInsights