Tue. Sep 17th, 2024

વેપારીઓને થશે ફાયદો, Surat માં દેશના પ્રથમ ઓક્શન હાઉસમાં સિન્થેટિક ડાયમંડનું ઓક્શન યોજાયું

ડાયમંડ સીટી સુરત માં દેશનું પ્રથમ સિન્થેટિક ડાયમંડ ઓક્શન યોજાઈ રહ્યું છે. શહેરના વેસુ વિસ્તારમાં રૂપિયા 4 કરોડના ખર્ચે 2200 સ્ક્વેર ફૂટમાં ઓક્શન હાઉસ બનાવવામાં આવ્યું છે . જેમાં ઓક્શન યોજાઈ રહ્યું છે.

ડાયમંડ ઓક્શન સેન્ટર Gems & Jewelery પ્રમોશન કાઉન્સિલ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. રફ કે પોલિશ્ડ ડાયમંડ સહિત સિલ્વર જ્વેલરીઓનું પણ નેશનલ અને ઈન્ટરનેશનલ કંપનીઓ ઓક્શન કરી શકે એવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.


આ ઉપરાંત, સુરતમાં જ રફ ડાયમંડનું ટ્રેડિંગ થાય તેવા પ્રયાસો કરાઈ રહ્યા છે. જેના લીધે નાના વેપારીઓ સીધી રીતે અહીથી રફ ડાયમંડ ખરીદી શકશે.

Related Post

Verified by MonsterInsights