દાહોદનાં ગોદીરોડ વિસ્તારમાં રહેતી 24 વર્ષીય ફાતેમા લીમખેડાવાળા દાહોદનાં પીસપાર્કમાં રહે છે. જે 25 વર્ષીય પરણિત યુવક હુસેન અબ્બાસ શાકિર સાથે છેલ્લા 4 વર્ષથી પ્રેમમાં હતી. હુસેને યુવતીને અવાર નવાર લગ્નના વાયદા કરીને વહેલી સવારે ફાતેમા તેના પ્રેમીને મળવા માટે ગઇ હતી. લગ્નની વાત કરતા હુસેને લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો હતો.
યુવકે તેને જણાવ્યું કે, તારે મરવું હોય તો મરી જા, બીજે પરણવું હોય તો પરણી જા તેમ કહીને જતો રહ્યો હતો. જેના કારણે યુવતીને લાગી આવતા તેણે ઘરે આવીને પંખા સાથે દુપટ્ટો બાંધીને આત્મહત્યા કરી લીધો હતો. પરિવારજનો શોકમગ્ન બન્યો હતો. હાલ તો પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને ધરપકડ માટે ચક્રોગતિમાન કર્યા છે.
લગ્નની લાલચ આપી અનેકવાર યુવતીનો દેહ ચુંથ્યા બાદ પુરૂષે તરછોડી દેતા યુવતીએ આત્મહત્યા કરી લીધી હતી. યુવતીએ આત્યાંતિક પગલું ભરતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે. ઘટના અંગે માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. યુવક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તેની ધરપકડ માટે ચક્રોગતિમાન કર્યા છે.