Wed. Sep 18th, 2024

શીખ નેતા રિપુદમનની કેનેડામાં હત્યા

કેનેડાના વાનકુવરમાં શીખ નેતા રિપુદમન સિંહ મલિકની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટના ગુરુવારે મોડી રાત્રે તેઓ કારમાં ઘરે જઈ રહ્યા હતા ત્યારે બની હતી. જ્યાં તેમના પર બાઇક પર આવેલા યુવકો દ્વારા હુમલો કરવામાં આવ્યો અને હત્યાની સાબિતી મિટાવવા માટે તેમની કારને સળગાવી દેવામાં આવી હતી. રિપુદમનના પરિવારજનોના મતે તેઓ ઓફિસથી કારમાં ઘરે જઈ રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે, પોલીસના જણાવ્યા અનુસાર, ગોળીઓ ઘણી નજીકથી મારવામાં આવતા તેમનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું. 1985ના એર ઇન્ડિયા ફ્લાઇટના બોમ્બ બ્લાસ્ટમાં રિપુદમનનું નામ સામે આવ્યું હતું. જોકે આ પછી 2005માં તેમને આ કેસમાંથી છોડી મુકવામાં આવ્યા હતા.

Related Post

Verified by MonsterInsights