અમદાવાદમાં હાલ કોરોનાની કેસ સિંગલ ડિજિટમાં નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો અમદાવાદમાં કોરોનાના નવા 6 કેસ જ નોંધાયા છે. જ્યારે એકપણ દર્દીનું મૃત્યું થયું નથી. તો સામે 25 દર્દી સ્વસ્થ થઈ પોતાના ઘરે પરત ફર્યા છે
આ વચ્ચે મહત્વના સમાચાર એ છે કે મ્યુનિ. દ્વારા ફરી કોરોના ટેસ્ટિંગ માટે ડોમ શરૂ કરવામાં આવ્યા છે. લગભગ છેલ્લા દોઢ મહિનાથી બંધ એવા ડોમ ફરી શરૂ કરતા તે ચર્ચાનો વિષય બન્યો છે. શહેરમાં કુલ 28 જેટલી જગ્યાઓ પર ડોમ શરૂ કરવામાં આવ્યા છે.
આ ડોમ પર RTPCR અને એન્ટિજન બન્ને ટેસ્ટ કરવામાં આવશે. આ ડોમમાં દૈનિક 100 જેટલા ટેસ્ટ કરવી માટેની તૈયારીઓ કરવામાં આવી છે. 50 રેપિટ એન્ટિજન ટેસ્ટ અને 50 RTPCR ટેસ્ટ કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે.
ગુરૂવારથી આ તમામ ડોમમાં ટેસ્ટની કામગીરી પૂર્ણ ક્ષમતા સાથે શરૂ કરવામાં આવશે જે માટે સ્ટાફની પણ ફાળવણી કરી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, અગાઉ છેલ્લા દોઢ એક મહિનાથી ટેસ્ટિંગ ડોમ બંધ કરી મત્ર અર્બન હેલ્થ સેન્ટર પર જ ટેસ્ટ કરવામાં આવતી હતા.
મ્યુનિ. દ્વારા હાલમાં દાણાપીઠ મ્યુનિ. કચેરી, અંકુર, થલતેજ, પાલડી ટાગોર હોલ, ગોતા, કાંકરિયા, સાબરમતી, સહિત 28 જેટલા સ્થળોએ ટેસ્ટિંગ ડોમ શરૂ કરવા માટેની તૈયારીઓ કરવામાં આવી છે. અચાનક ટેસ્ટિંગ ડોમ શરૂ કરાતા લોકોમાં ત્રીજી લહેરની આશંકા સેવાઈ રહી છે.