Sun. Oct 13th, 2024

શું સુરતમાં કાનૂન વ્યવસ્થા છે કે નહીં,બુટલેગર શિવાની ગેંગે સુરત માથે લીધું,અસામાજિક તત્વો બેફામ

સુરતના ભાઠેના વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે. સુરતમાં દિવસેને દિવસે દાદાગીરીની ઘટનાઓ વધતા સામાન્ય નાગરિકોનું જીવવું હરામ કરી નાખ્યું છે. બુટલેગર શિવા અને તેના સાથીઓનો સરાજાહેર તલવારથી લોકોને ડરાવી ધમકાવી તોડફોડ કરી રહ્યા હતા જે દરમિયાન કોઈએ વીડિયો લઈ લુખ્ખા તત્વોનો આંતક છતો કર્યો છે.

આ આવાર તત્વોના કાળા ધંધાની એટલે કે દારૂ,જુગારની કોઈ જાગૃત નાગરિકે બાતમી આપી હતી જે બાદ શકને આધારે રૌફ જમવા બજારમાં તલવાર લાકડી અને ધોકા લઈ  બુટલેગર શિવા અને તેના સાથીઓ નીકળી પડ્યા હતા. દિવાળી ટાણે બજારમાં લોકોની ભીડ હોવા છતાં પણ દુકાનોમાં તોડફોડ કરી આતંક મચાવ્યો હતો. પોલીસ મૂક પ્રેક્ષક બની જોઈ રહી હતી. અનેક ઘટનાઑ બાદ પણ કોઈ કાર્યવાહી ન થતાં પોલીસ પણ માથાભારે તત્વોને છાવરતી હોય તેવા આરોપ થઈ રહ્યા છે .

Related Post

Verified by MonsterInsights