‘સાથ નિભાના સાથિયા 2’નો પહેલો પ્રોમો આઉટ,જૂની ગોપી વહુ દેવોલિના જોવા મળી નવા અંદાજમાં

184 Views

મુંબઈ : દેવોલિના ભટ્ટાચારજીનો શો ‘સાથ નિભાના સાથિયા’એ દર્શકોને ખૂબ પ્રેમ આપ્યો. આ શોએ ઘણી લોકપ્રિયતા મેળવી. તાજેતરમાં જ આ શોનો એક સીન પણ ખૂબ વાયરલ થયો હતો. જે પછી, શોની લોકપ્રિયતા જોઈને, મેકર્સે સીરીયલની બીજી સીઝન લાવવાની ઘોષણા કરી. બીજી સીઝનની જાહેરાત બાદથી ચાહકો ખૂબ ઉત્સાહિત છે.

સાથ નિભાના સાથિયા 2 પ્રોમો આઉટ

સાથ નિભાના સાથિયા 2 ટૂંક સમયમાં ચાહકોનું મનોરંજન કરવા જઇ રહ્યો છે. શોનો પહેલો પ્રોમો બહાર આવ્યો છે. વળી, આ વાતની પુષ્ટિ પણ થઈ છે કે સિરિયલમાં મુખ્ય ભૂમિકા કોણ કરશે. આ શોમાં એક્ટ્રેસ દેવોલિના ભટ્ટાચારજી મુખ્ય લીડ બનશે. પ્રોમો શેર કરતી વખતે, દેવોલિનાએ લખ્યું – અમે લોકપ્રિય માંગ પર પાછા આવ્યા છીએ

આ ગહના કોણ છે?

પ્રોમો વીડિયોમાં દેવોલિના પિંક કલરની સાડી પહેરીને હાથમાં પૂજાની થાળી પકડતી જોવા મળી રહી છે. વીડિયોમાં તે બોલી રહી છે- કદાચ રસોડામાં ગહનાએ કૂકરને ગેસ પર ચડાવી દીધું હશે. આ ગહેના પણ એવી એવી વસ્તુઓ કરે છે જે મને આશ્ચર્યમાં નાખે છે અને ક્યારેક મને આઘાત પહોંચાડે છે. તમે બધા વિચારી રહ્યા છો કે ગહેના કોણ છે. તો શો આવ્યા પછી તમે જાણશો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *