દેશમાં એપના માધ્યમથી ચલાવવામાં આવતા આંતર રાષ્ટ્રીય સાયબર ફ્રોડ નું રેકેટ સામે આવ્યું છે. જેમાં 15 દિવસમાં નાણા ડબલ કરવાની લાલચ આપીને ચાર મહિનામાં 250 કરોડનું ફ્રોડ કરવામાં આવ્યું હતું. જેમાં ઉત્તરાખંડ પોલીસે આ કેસમાં નોઇડાથી એક વ્યક્તિની ધરપકડ કરી છે.આ સમગ્ર કેસમાં ચીનની સ્ટાર્ટઅપ યોજના હેઠળ એપ દ્વારા ફ્રોડને અંજામ આપ્યો હતો.

દેશમાં અંદાજે 50 લાખ લોકોએ આ એપને ડાઉનલોડ કરી છે. આ એપના માધ્યમથી લોકોને 15 દિવસમાં રૂપિયા ડબલ કરવાની લાલચ આપવામાં આવી હતી. આ એપનું નામ “પાવરબેંક” છે અને તે 12 મે સુધી ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાતી હતી. જેમાં લોકોએ 15 દિવસમાં નાણાં ડબલ કરવા માટે આ એપ ડાઉનલોડ કરવાનું કહેવામાં આવતું હતું.

આ સમગ્ર કેસનો ખુલાસો ત્યારે થયો જ્યારે હરિદ્વાર નિવાસી પોલીસને ફરિયાદ કરી કે પાવર બેંક એપ થી નાણાં ડબલ કરવા માટે તેમણે બે વાર ક્રમશ 93 હજાર અને 72 હજાર રૂપિયા જમા કરાવ્યા હતા. જે 15 દિવસમાં ડબલ થશે તેવો વાયદો કરવામાં આવ્યો હતો.

250 કરોડ રૂપિયાની ફ્રોડની વિગતો સામે આવી

જો કે પોલીસ ફરિયાદ બાદ આ સમગ્ર કેસની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં માલુમ પડ્યું કે આ રકમ અલગ અલગ ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. તેમજ જયારે આ નાણાકીય ટ્રાન્સફરની વિગતો સામે આવી તો 250 કરોડ રૂપિયાની ફ્રોડ(Fraud)ની વિગતો સામે આવી હતી.

લોકોને નાણાં ડબલ કરવાની લાલચ આપીને રોકાણ કરાવવા લાગ્યા

ઉત્તરાખંડ એસટીએફના એસએસપી અજય સિંહે જણાવ્યું કે પોલીસ તપાસમાં સામે આવ્યું કે ફ્રોડ(Fraud) કરનારા વિદેશી રોકાણકારો દ્વારા ભારતના બિઝનેશમેન ને કમિશન આપીને એપના માધ્યમથી લોન આપવાની વાત કરે છે. જેમાં પછી બદલાવ કરીને લોકોને નાણાં ડબલ કરવાની લાલચ આપીને રોકાણ કરાવવા લાગ્યા હતા.
તમામ લોકોના નાણાં એક જ ખાતામાં નાખવામાં આવ્યા હતા. તેમજ શરૂઆતમાં કેટલાંક લોકોના નાણાં પરત પણ આપવામાં આવ્યા હતા.

આ નાણાં ક્રિપ્ટો કરન્સીમાં બદલીને તેને વિદેશ મોકલતો

આ કેસની તપાસ કરી રહેલા એસએસપી અજય સિંહે કહ્યું કે પોલીસે તપાસ દરમ્યાન નોઇડાથી એક આરોપી પવન પાંડેની ધરપકડ કરી છે. જેની પાસેથી 19 લેપટોપ, 592 સીમ કાર્ડ, 5 મોબાઇલ ફોન . ચાર એટીએમ કાર્ડ એન 1 પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યો છે. તેમજ એસટીએફે તપાસમાં સામે આવ્યું કે તે આ નાણાં ક્રિપ્ટો કરન્સીમાં બદલીને તેને વિદેશ મોકલતો હતો.

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page