અમદાવાદ આરોગ્ય વિભાગની તપાસમાં પાણીપુરીના 3 સેમ્પલ ફેલ થયા છે. તેથી પાણીપુરી ખાવાના શોખીનએ હવે ચેતી જવાની જરૂર છે. જેમાં લારી કે બજારમાં મળતી ગંદી પાણીપુરી આપને બિમાર પાડી દેશે.

આ પાણીપુરી આપને દવાખાને પહોંચાડી શકે છે. ગટરનું ગંદુ પાણી પાણીપુરીમાં વપરાતું હોવાનું સામે આવ્યું છે. જ્યારે પાણી-પુરી ચટણીમાં કૃત્રિમ કલરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જો આ જીવાણુઓ સાથેનું દૂષિત પાણી પેટમાં વધારે પડતું જાય તો ઝાડા-ઉલ્ટી કે અન્ય પેટની બીમારીઓનું જોખમ રહે છે.

અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો બેકાબુ બન્યો છે. શહેરમાં પાછલા 3 મહિનામાં નોંધપાત્ર કેસ વધ્યા છે. શહેરમાં વરસાદી માહોલ થતાં રોગચાળાના કેસમાં પણ સતત વધારો થયો છે.


પાણીજન્ય રોગચાળાની વાત કરીએ તો ઝાડા ઉલ્ટીના ૩૪૪ કેસ, કમળો ૧૮૬ કેસ, ટાઇફોઇડ ૨૭૬ કેસ અને કોલેરા ૩ કેસ છે. આ તરફ શહેરની હોસ્પિટલોમાં રોજે રોજ દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.

અહીં ઓપીડીની સંખ્યામાં જે રીતે વધારો થઈ રહ્યો છે એ જોતાં પાલિકાના આંકડાઓથી ક્યાંય વધારે કેસ હોવાનો અંદાજ મળી રહ્યો છે. ત્યારે કોર્પોરેશન રોગચાળાને કાબૂ કરવામાં પ્રયાસો વધારે એવું લોકો ઈચ્છી રહ્યા છે.

આ ઉપરાંત શહેરના બોડકદેવ, ગોતા, લાંભા, શાહીબાગ, નવરંગપુરા, જોધપુર, થલતેજ સહિતના વિસ્તારોમાં મચ્છર જન્ય રોગચાળની અસર વધુ જોવા મળી છે. AMCએ શહેરીજનોને તકેદારી રાખવા ચેતવણી આપી છે. તો શ્રમજીવી પરિવારોને મચ્છરજાળીનો ખાસ ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે.

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page