સિઝનનો 96.37 ટકા વરસાદ નોંધાયો, ગુજરાતમાંથી ચોમાસાએ સત્તાવાર વિદાય લીધી

0 minutes, 0 seconds Read

ગુજરાતમાંથી ચોમાસાએ સત્તાવાર વિદાય લીધી છે. જેમાં રાજ્યના સિઝનનો 96.37 ટકા વરસાદ નોંધાયો હતો. જેમાં ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. સપ્ટેમ્બર મહિનામાં 17 ઇંચથી વધુ સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો.

જો ઝોન વાઈઝ વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં સૌથી વધારે સિઝનનો 116 ટકા વરસાદ પડ્યો હતો. જ્યારે કચ્છમાં પણ 112 ટકા જેટલો વરસાદ ખાબક્યો છે. દક્ષિણ ગુજરાતમાં 94 ટકા, મધ્ય ગુજરાતમાં 84 ટકા અને ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો સિઝનનો 71 ટકા વરસાદ પડ્યો હતો.


રાજ્યમાં સૌથી વધારે વરસાદ ટકાવારીની દ્રષ્ટિએ સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં નોંધાયો. જેમાં દેવભૂમિદ્વારકામાં સૌથી વધુ 143.57 ટકા, જામનગરમાં 140 ટકા વરસાદ ખાબક્યો, તો રાજકોટમાં 135 ટકા, જૂનાગઢમાં 130 ટકા અને પોરબંદરમાં 125 ટકા વરસાદ પડ્યો છે.

author

Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights