સિન્હુઆએ જણાવ્યું કે, શી જિનપિંગની અધ્યક્ષતામાં પોલિસ બ્યૂરોની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો,ઘટતી જનસંખ્યાથી પરેશાન ચીન, હવે ત્રણ બાળકો પેદા કરવા આપી મંજૂરી

0 minutes, 0 seconds Read

સિન્હુઆએ જણાવ્યું કે, શી જિનપિંગની અધ્યક્ષતામાં પોલિસ બ્યૂરોની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. હકીકતમાં ચીનની વસ્તી 2019ની તુલનામાં 0.53 ટકા વધીને 1.41178 અબજ થઈ ગઈ છે.

ચીનના તંત્રએ દેશમાં સતત વૃદ્ધ થઈ રહેલી વસ્તીથી પરેશાન થઈને હવે પોતાના નાગરિકોને ત્રણ બાળકો પેદા કરવાની મંજૂરી આપી છે. ચીનની સરકારી સમાચાર એજન્સી શિન્હુઆએ જણાવ્યું કે, દેશની વૃદ્ધ વસ્તીને જોતા બાળકો પેદા કરવાના નિયમમાં ઢીલ આપવામાં આવી છે. આ ઐતિહાસિક નિર્ણય ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની અધ્યક્ષતામાં યોજાયેલી એક બેઠકમાં લેવામાં આવ્યો છે.

સિન્હુઆએ જણાવ્યું કે, શી જિનપિંગની અધ્યક્ષતામાં પોલિસ બ્યૂરોની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. હકીકતમાં ચીનની વસ્તી 2019ની તુલનામાં 0.53 ટકા વધીને 1.41178 અબજ થઈ ગઈ છે. 2019માં વસ્તી 1.4 અબજ હતી. પરંતુ તેમાં આગામી વર્ષની શરૂઆતથી ઘટાડાનું અનુમાન છે. ચીનની સરકાર તરફથી મંગળવારે જારી કરવામાં આવેલી સાતમી રાષ્ટ્રીય જનસંખ્યા જણગણના અનુસાર, ચીનના બધા 31 પ્રાંત, સ્વાયત્ત ક્ષેત્ર અને નગરપાલિકાની વસ્તી 1.41178 અબજ હતી.

દેશમાં 89.4 કરોડ લોકોની ઉંમર 15થી 59 વર્ષ વચ્ચે

રાષ્ટ્રીય આંકડા બ્યૂરો (એનબીએસ) અનુસાર, નવી જનગણનાના આંકડાથી ખ્યાલ આવે છે કે ચીન જે સંકટનો સામનો કરી રહ્યું છે, તે વધુ ગાઢ બનવાની આશા છે, કારણ કે દેશમાં 60 વર્ષથી વધુ લોકોની વસ્તી વધીને 26.4 કરોડ થઈ ગઈ છે. એનબીએસે એક નિવેદનમાં કહ્યું કે, જનસંખ્યા સરેરાશ ઉંમરથી વધવાથી લાંબા ગાળે સંતુલિત વિકાસ પર દબાવ વધશે. દેશમાં 89.4 કરોડ લોકોની ઉંમર 15થી 59 વર્ષ વચ્ચે છે, જે 2010ની તુલનામાં 6.79 ટકા ઓછી છે.

ચીનના નેતાઓએ જનસંખ્યાને વધતી રોકવા માટે 1980થી જન્મ સંબંધી મર્યાદા લાગૂ કરી હતી, પરંતુ હવે તેને તે વાતની ચિંતા થઈ રહી છે કે દેશમાં કામકાજ ઉંમર વર્ગના લોકોની સંખ્યામાં ઝડપી ઘટાડો થઈ રહ્યો છે અને તેના કારણે સમૃદ્ધ અર્થવ્યવસ્થા બનાવવાના પ્રયાસમાં વિઘ્ન આવી રહ્યું છે. ચીનમાં જન્મ સંબંધી મર્યાદામાં છૂટ આપી દેવામાં આવી છે. પરંતુ દંપતી મોંઘવારી, નાના આવાસ અને માતા સાથે નોકરીમાં થનારા ભેદભાવને કારણે બાળકોને જન્મ આપવામાં ડરે છે.

author

Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights