સિહોર નગરપાલિકાના નવા નિમાયેલા પ્રમુખ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું

212 Views

આજરોજ સિહોર નગરપાલિકાના પ્રમુખે પોતે હાજર રહી નગરપાલિકાની ટીમને સાથે રાખી સિહોરની વિવિધ જગ્યાએ સફાઈ તેમજ સેનિટાઈઝર કરવામાં આવ્યું હતું.કહેવા જઈએ તો સિહોર નગરપાલિકા માં હમણાં જ ચૂંટણી થઈ હતી તેમાં નવા ચૂંટાયેલા પ્રમુખ વી.ડી.નકુમ દ્વારા સિહોરની સરકારી હોસ્પિટલ તેમજ સિહોરની મેઈન બઝાર સહિતના વિસ્તારોમાં પોતે પ્રમુખ સાથે રહી સફાઈ કરાવી હતી અને તમામ જગ્યાને સેનીટાઈઝ કરવામાં આવી હતીસાથોસાથ આગામી દિવસોમાં પુરા સિહોરમાં દરેક વોર્ડ વાઇઝ સફાઈ અભિયાન સાથે સેનિટાઈઝ કરવામાં આવશે જેના કારણે ફેલાતો રોગચાળો નાબૂદ થઈ શકે.આ કાર્યને સિહોરની જનતાએ બિરદાવી હતી

 

રિપોર્ટર: સંજયભાઈ ઇટાલિયા સાથે અફઝલ સોરઠીયા સિહોર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *