સી.આર.પાટીલ ભાજપ પ્રદેશ અધ્યક્ષ અંબાજી માં અંબેના દર્શને આવી પહોંચ્યા..

345 Views

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે અંબાજી થી ઉત્તર ગુજરાતનો પ્રવાસ શરૂ કર્યો અંબાજી મંદિર માં અંબા માં ના દર્શન કરી પૂજા અર્ચના કરી ભાદરવી પૂનમના મેળા દરમિયાન મંદિર બંધ રાખવામાં આવ્યું હતું જે આજે ખોલવામાં આવ્યું હતું અને મંદિર ખુલતા જ પાટીલે માં અંબાનાં દર્શન કર્યા હતા અને સી.આર પાટીલે દેશ માંથી કોરોના નાબૂદ થાય તે માટે મા અંબાને વિશેષ પ્રાર્થના કરી હતી

સી.આર. પાટીલે જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાતની યાત્રા એ કાર્યકર્તાઓના સંપર્ક હેતુથી યોજી છે અને ભવિષ્યમાં ઉત્તર ગુજરાતમાં ભાજપ હજુ મજબૂત બનશે મંદિરમાં દર્શન કર્યા બાદ પાટીલે અંબાજી મંદિર ડીકે સર્કલ સુધી ખુલ્લી જીપમાં રોડ શો યોજ્યો ખુલ્લી જીપમાં સી. આર પાટીલે કાર્યકર્તાઓનો અભિવાદન આપ્યું સાથે પરબતભાઈ પટેલ, શંકરભાઈ ચૌધરી તથા પૂર્વ સાંસદ હરિભાઈ ચૌધરી હાજર હતા આ રોડ શોમાં ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા તેમજ ડી કે સર્કલ પર અભિવાદન કાર્યક્રમમાં પણ કાર્યકર્તાઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા હાલ ચાલી રહેલી કોરોનાની મહામારી માં પણ ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એક જગ્યાએ ભેગા થયા હતા અને સોશિયલ ડિસ્ટન્સ સરકાર નાં નિયમો ને નેવે મૂકી સી.આર.પાટીલને આવકાર્યા હતા.

અહેવાલ:- રિતિક સરગરા, અંબાજી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *