દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાનાં સુખસર ગામમાં 10-09-2021 ના શુક્રવારના રોજ ગણપતિ બાપાનું ધુમ ધામથી આગમન કરવામાં આવ્યું હતું.
દર વર્ષની જેમ ભક્તો આ દિવસની વાટ જોતા હતા કે ગણેશ ચતુર્થી ક્યારે આવે અને એની તૈયારીમા લાગેલ હતાં અને કાલ રોજ પુરા વિધિ વિધાન સાથે દરેક ઠેકાણે ગણપતિજીની સ્થાપના કરવામાં આવી છે. સુખસરમાં પણ દરેક ઠેકાણે ભક્તોએ પોતાના મંડળની સાથે મળીને ધુમ ધામથી તેમના સમય અને મુર્હત પ્રમાણે ગણપતિજીની મૂર્તિનું સ્થાપન કરીને તેમની 10 દિવસ સુધી પુજા અર્ચના કરીને ભક્તિનો લાભ માણે છે.