દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાનાં સુખસર ગામ નજીક આવેલ ખાખરિયા બચકરિયા ગામે સાંજના 7.20 કલાકે બાઈક પર બે જણ કોઈ કામ ખાતે જતા હતા અને સામે અચાનક કુતરૂ આવી જતા બાઈક સ્લીપ થતા ત્યાં પડી ગયા હતા.
આજે સાંજના સમયે 7.20 કલાકે આજુબાજુના લોકો દ્વારા અને સારવાર માટે લાવેલ પીડિતોને પુછપરછ કરતા જાણવા મળેલ માહિતી પ્રમાણે બાઈક સામે અચાનક કુતરું આવી જતા કુતરાને બચાવા માટે તેના સાથે અથડાતા સ્લિપ થઈ હતી અને બાઈક ચાલક અને પાછળ સવાર બાજુમાં પડી ગયા હતા તેજ સમયે સામેથી આવતી ફોરવ્હિલ બાઇક સાથે અથડાતા બાઈકનું કુચર થયું અને ફોરવ્હિલને પણ આગળના એન્જિન ભાગે નુકસાન થયું હતુ. આ અકસમાતમાં કોઈને પણ ને પણ કોઈ જાતની વધારે ઇજા થઈ નહતી. બાઈક ચાલક બે જણને હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતાં અને ફોરવ્હિલમાં બેઠેલ એક વ્યક્તિને હાથમાં ઇજા થતાં તેમને પણ સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં.