Fri. Oct 11th, 2024

સુરતઃ મહુવાના કુમકોતર ગામે એક જ પરિવારના 5 સભ્યો અંબિકા નદીમાં ડૂબ્યા

સુરતઃમહુવાના કુમકોતર ગામની સીમમાં જોરાવરપીરની દરગાહ આગળ અંબિકા નદીમાં એક જ પરિવારના પાંચ સભ્યો ડૂબી ગયા છે. અત્યાર સુધીમાં બે વ્યક્તિના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે ત્રણ મૃતદેહોની શોધખોળ ચાલુ છે.

સ્થાનિક લોકોને નદીમાંથી બે મહિલાના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે હજુ બે મહિલા એક પુરુષની શોધખોળ ચાલુ છે. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે સુરતનો એક પરિવાર જોરાવરપીર ખાતે દર્શનાર્થે આવ્યો હતો ત્યારે આ દુર્ઘટના બની હતી.

દર્શન બાદ 5 વ્યક્તિઓ નહાવા માટે નદીમાં ઉતરી હતી અને તણાઈ ગઈ હતી. મહુવા પોલીસે પણ સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી હતી.

સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતા જાવીદશા ફકીર (ઉ.વ.36) તેમના પત્ની, માતા અને નાનાભાઈ સહિત પરિવારના 6 સભ્યો કુમકોતર ગામની સીમમાં જોરાવરપીરની દરગાહ પર દર્શન કરવા ગયા હતા. ત્યારબાદ પરિવારના પાંચ સભ્યો અંબિકા નદીમાં નહાવા પડ્યા હતા અને પાંચેય ડૂબી ગયા હતા. જાવીદશાએ સ્થાનિકોની મદદથી પાંચેયની શોધખોળ હાથ ધરી હતી.

એક પરિવારના આટલા બધા લોકો ડૂબતા પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે. રૂક્ષામાલી સલીમશા ફકીર (માતા), પરવીનશા જાવીદશા ફકીર (પત્ની)ના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે આરીકુશા સલીમશા ફકીર (નાનો ભાઈ), સમીમબી આરીકુશા ફકીર (નાના ભાઈની પત્ની) અને રૂક્ષારબી જાકુરશા ફકીરના મૃતદેહની શોધખોળ ચાલુ છે.

Related Post

Verified by MonsterInsights