Sat. Oct 5th, 2024

સુરતના ગોડાદરામાં દિયરે ભાભીની ક્રુર હત્યા કરી

સુરતના ગોડાદરા વિસ્તારમાં ચોંકાવનારી એક ઘટના સામે આવી જે તમે સાંભળશો તો તમને પણ એવું થશે કે આવા લોકો પણ હોય છે. માં સમાન ભાભીની હત્યા દિયર દ્વારા કરી દેવામાં આવી છે. જેમાં મૂળ રાજસ્થાનના ઝાલોરના પીપરલાકી ગામનો વતની 47 વર્ષ જેઠારામ જીવારામ પટેલ હાલ ગોડાદરાની ચામુંડા રેસિડેન્સીમાં રહે છે. અને પરિવાર સાથે સુખી રીતે રહેતા હતા. પણ પરિવારમાં 46 વર્ષીય પત્ની અગ્રાબેન ઉપરાંત ત્રણ દીકરીઓ અને એક દીકરો ઉપરાંત 38 વર્ષીય નાનો ભાઈ હરિરામ છે.

જેઠારામ ભાભી સાથે લિંબાયતના કુબેરનગરમાં કરિયાણાની દુકાન ચલાવે અને નાના ભાઈ હરિરામનો પરિવાર વતન રહે છે. છેલ્લા અઠવાડિયાથી હરિરામ અલગ ધંધો કરવાનું કહેતો હતો. સાથે ભાઈ જે મકાનમાં રહે છે તે મકાનમાં ઉપર અલગથી રહેવા માંગતો હતો. જેઠારામ અને તેના પત્ની હરિરામને સાથે રહેવા કહેતા હતા. કારણ કે હાલમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે. જેથી અલગ રહેવું હાલમાં વ્યાજબી નથી તેથી તેમની વચ્ચે ઝગડાઓ થતા હતા.

આખરે હરિરામને એમ હતું કે ભાભી અને ભાઈ તેની વાત માનતા નથી. જેથી મંગળવારના સવારે અગ્રાબેન ઘરેથી દુધ લેવા ગઇ હતી. જેઠારામ નાહવા ગયો હતો. હરિરામ ઘરમાં સોફા પર બેસેલો હતો.અગ્રાબેન દુધ લઈને રસોડામાં ગઇ, ત્યારે હરિરામે ભત્રીજી ભાવનાની સામે ભાભીના પેટમાં તેમજ શરીરના અલગ-અલગ ભાગે ચપ્પુના ઘા મારી નાસી ગયો હતો. ભાવનાએ પિતાને જાણ કરી હતી.

અગ્રાબેનને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઇ હતી. ડોક્ટરે ત્યાં તેમને મૃત જાહેર કરી હતી. પોલીસ ને જાણ કરતા પોલીસ પણ દોડતી થઈ હતી પણ બીજી તરફ હરિરામે પોતે ગોડાદરા પોલીસ સ્ટેશને પહોંચી જઇને પોલીસને કહ્યું કે તેણે પોતાની ભાભીને મારી નાખી છે.પોલીસ સ્ટેશનનો સ્ટાફ થોડા સમય માટે ચોકી ઉઠ્યો હતો બાદમાં ગોડાદરા પોલીસે પહેલા તો હરિરામ ને પકડી બીજી બાજુ એક ટિમ ઘટના સ્થળે પહોંચી હતી અને હકીકત મલેવી જેઠારામે આરોપી હરિરામ વિરુદ્ધ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાવી હતી.

જેથી તાત્કાલિક ગોડાદરા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી દિયર ની ધરપકડ કરી તપાસ શરૂ કરી હતી.ત્યારે પ્રાથમિક તપાસમાં એજ હકીકત સામે આવી કે માત્ર અલગ રહેવા બાબતે ભાભીની હત્યા કરી હાલમાં તો ભાભીની હત્યા કરી પણ તેના ભત્રીજો અને ભત્રીજી માતાની છત્રછાયા ગુમાવી દીધી.

Related Post

Verified by MonsterInsights