સુરતની લાજપોર જેલ ફરી વિવાદમાં આવી,હત્યાના આરોપીએ વીડિયો કોલ કર્યાના ફોટા થયા વાયરલ

90 Views

સુરતની લાજપોર જેલ ફરીવાર વિવાદમાં આવી છે. જેલમાં હત્યા કેસના આરોપી, જેલમાંથી જ કોઈને વીડિયો કોલ કરતા હોવાના ફોટા વાયરલ થયા છે. જે બાદ પ્રશાસન સામે સવાલો ઉભા થયા છે. જેલ તંત્ર બચાવની ભૂમિકામાં આવ્યું છે.

સુરતની લાજપોર જેલ હાઈટેક જેલમાં ગણના થાય છે. આ જેલમાં કેદીઓ કેવા જલસા કરે છે તેનો બોલતો પુરાવો વાયરલ સ્વરુપે સામે આવ્યો છે. વાયરલ ફોટોમાં કેદીઓએ જેલમાં બેઠા બેઠા વીડિયો કોલ કરતા હોવાનું જણાવી રહ્યું છે. જેલમાં જલસા કરતા નજરે ચડી રહેલા આરોપીઓ સૂર્યા મરાઠીની હત્યા કેસમાં બંધ છે. તો બીજી તરફ આ મામલે જેલ તંત્ર સામે સવાલો ઉઠવા પામ્યા છે.આ પૂરાવો સામે આવતા જ લાજપોર જેલના અધિકારીઓની બોલતી બંધ થઈ ગઈ છે. જેલમાં મોબાઈલ કેવી રીતે આવ્યો કોણ લાવ્યુ જેલમાં ફોન લઈ જવામાં કોની મદદગારી છે. વગેરે મુદ્દાએ કોઈ જ અધિકારી બોલતા નથી.

સૂર્યા મરાઠીની હત્યા કેસના આરોપી રાહુલ એપાર્ટમેન્ટ દ્વારા જેલમાંથી વીડિયો કોલ કરીને મિત્રો સાથે વાત કરી હોવાના ફોટા વાઈરલ થઈ રહ્યાં છે. જેના આધારે જેલ તંત્ર સામે સવાલો ઉભા થયા છે. આરોપીઓ પાસે જેલમાં સ્માર્ટ ફોન ક્યાંથી આવ્યો તથા અવારનવાર લાજપોર જેલમાં તપાસ દરમિયાન મોબાઈલ મળી આવતા હોય છે. ત્યારે જેલમાં મોબાઈલ કેવી રીતે પહોંચેથી લઈને આરોપીઓ સ્માર્ટ ફોનથી જેલમાં રહીને પોતાના મિત્રો સાથે વાત કેવી રીતે કરી શકે તે સહિતના સવાલો ઉભા થઈ રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *