સુરત : સુરતમાં પ્રોજેક્ટ રિસાયકલ અંતર્ગત 21 વિદ્યાર્થીઓને સાયકલ અપાઈ છે. જે સાઇકલો ઉપયોગ વગર પડી રહી હોય તેને રિપેર કરીને જરૂરિયાતવાળા વ્યક્તિઓને આ પ્રોજેક્ટ અંતર્ગત આપવામાં આવે છે.

નેધરલેન્ડના પ્રોજેક્ટ પર કામ

સુરત શહેરમાં છેલ્લા બે વર્ષથી રિસાયકલ પ્રોજેક્ટ કાર્યરત છે. કોરોના સંક્રમણને કારણે આ પ્રોજેક્ટમાં વધું કામ થઈ શક્યું નથી. પરંતુ આ પ્રોજેક્ટ પર્યાવરણ માટે ખૂબ જ મહત્વનો પુરવાર થઈ શકે એમ છે. નેધરલેન્ડની સંસ્થા BYCS ની જેમ દુનિયાના મોટા શહેરોમાં લોકો વધુમાં વધુ સાયકલનો ઉપયોગ કરતા થાય તે માટે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ સંસ્થાના પ્રતિનિધિઓ શહેરમાં બિનઉપયોગી થયેલી સાયકલોને એકત્રિત કરે છે. ત્યારબાદ તેને રીપેરીંગ કરીને જરૂરિયાતવાળા વ્યક્તિને આપવામાં આવે છે.

એક વર્ષ માટે વિદ્યાર્થીઓને સાયકલ અપાઈ

સુરતના મિની બજાર ખાતે આવેલા સૌરાષ્ટ્ર સમાજ વાડી ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 21 જેટલા વિદ્યાર્થીઓને સાયકલ આપવામાં આવી હતી. ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને આ વખતે સાયકલ તેમને આપવામાં આવી હતી. હાલ કોરોના સંક્રમણને કારણે અનેક પરિવારોની આર્થિક મુશ્કેલી વધી છે ત્યારે બાળકોને પોતાના સ્કૂલ કે ટ્યુશનમાં જવા માટે મદદરૂપ થઈ શકવાના આશયથી સાયકલ આપવામાં આવી છે.

આ બાળકોને એક વર્ષ સુધી સાયકલ આપવામાં આવી છે. આ સાયકલ તેઓ કોઈને વેચી શકશે નહિ. જો તેમને ઉપયોગી ન થતી હોય તો ફરીથી તેમણે આ સંસ્થાને પરત આપવાની રહેશે. તેમજ એક વર્ષ દરમિયાન 5 જેટલા વૃક્ષો વાવવાના રહેશે તેવુ સંસ્થા દ્વારા કહેવામાં આવ્યું છે.

ભારતમાં સાયકલ માટે અવેરનેસ આવે તેવો પ્રયાસ

રિસાઈકલ પ્રોજેક્ટના સભ્ય સુરેશ જૈનને જણાવ્યું કે, UNO સાથે રહીને આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. પર્યાવરણના જતનને ધ્યાનમાં રાખીને આ પ્રકારનો નવો કોન્સેપ્ટ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ શરૂ કરાયો છે. સંસ્થા દ્વારા 2030 સુધીમાં મોટા શહેરોમાં 50 ટકા લોકો સાઇકલનો ઉપયોગ કરતા થાય તે પ્રકારની જાગૃતિ લાવવાનું અભિયાન શરૂ કરાયું છે. કોરોના સંક્રમણને કારણે આ પ્રોજેક્ટમાં વધુ કામ કરી શક્યા નથી. પરંતુ હવે સ્થિતિ સુધરી છે ત્યારે અમે ધીરે ધીરે આ પ્રોજેક્ટને ખૂબ ઝડપથી આગળ લઈ જવાની તૈયારી કરી છે.

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page