સુરત : હીરાનગરી સુરતને સ્વચ્છ સર્વેક્ષણમાં વોટર સર્ટિફિકેટ મળતા ગુજરાતનું પ્રથમ વોટર પ્લસ શહેર જાહેર કરાયું છે. ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વોટર સર્ટિફિકેટ મળતા અભિનંદન પાઠવતું ટ્વીટ કર્યું છે.
ભારત સરકારના સ્વચ્છ સર્વેક્ષણ વોટર પ્રોટોકોલ સર્ટિફિકેશનના 700 પેરામીટર્સ 2021 માં બનાવવામાં આવ્યા હતા, જેમાં સુરત સૌથી આગળ રહ્યું છે.
વોટર પ્લસ પ્રોટોકોલનો હેતુ પર્યાવરણ જળસૃષ્ટિને નુકશાન ન પહોંચે તે રીતે પ્રોસેસ કરી ગંદા પાણીનો નિકાલ કરવો એવો છે.
આ પેરામીટર્સમાં થર્ડ પાર્ટી દ્વારા ફિલ્ડ ઈન્સ્પેક્શન કરાયું હતું. જેમાં કોરોના મહામારીમાં પણ તમામ પેરામિટર્સમાં સુરત ખરું ઉતર્યું હતું. ભારતના કુલ 4 શહેરોને વોટર પ્લસ જાહેર કરવામાં આવ્યા છે. સુરત ભારતનું પ્રથમ એવું શહેર છે, જ્યાં ગંદાપાણીના પ્રોસેસિંગ માટે 11 જેટલા પ્લાન્ટ કાર્યરત છે.