દીપડાઓનું ઘર બની ગયેલા માંડવી તાલુકામાં ફરી વાર દીપડાઓની હાજરી જોવા મળી રહી છે. સુરતના માંડવી તાલુકાના જામનકૂવા ગામે શિકારની શોધમાં દીપડાનું બચ્ચું એક કૂવામાં ગરકાવ થયું હતું . સ્થાનિકોએ તાબડતોબ માંડવી વન વિભાગને જાણ કરી હતી.
વન વિભાગે ભારે જહેમત કરી રેસ્ક્યુ કરી પાંજરું કૂવામાં ઉતારી દીપડાના બચ્ચાને પાંજરે પુરી ઉગારી લીધું હતું. વન વિભાગે કૂવામાંથી દીપડાના બચ્ચાને રેસ્ક્યુ કરી પાંજરું વન વિભાગ કચેરીએ લઇ જવાયું હતું . જ્યાં તેના સ્વાસ્થ્ય અંગે તબીબી પરીક્ષણ કરીને બાદમાં જંગલમાં મુક્ત કર્યું હતું.