Wed. Sep 11th, 2024

સુરત / પાલ ગ્રુપ કો.ઓપરેટીવ કોટન સેલ સોસાયટીની રવિવારે ચૂંટણી

સુરતમાં પાલ ગ્રુપ કો.ઓપરેટીવ કોટન સેલ સોસાયટીની રવિવારે ચૂંટણી ચાલી રહી છે. આ સોસાયટીમાં 20 ડિરેક્ટર પદ અને 1 પ્રમુખ પદ માટે કોટન સેલ સોસાયટીના મતદારો મતદાન કરી રહ્યા છે. જયેશ પટેલ અને નરેશ પટેલ પ્રમુખ પદના બંને ઉમેદવાર જીતનો દાવો કર્યો છે.

જો કે, કોટન સેલ સોસાયટીના 20 માંથી 7 ડિરેક્ટર પદના ઉમેદવાર બિનહરીફ થયા છે. તો ચૂંટણી જાહેર થયા પછી એક ડિરેક્ટર પદના ઉમેદવારનું મોત થતા તે બેઠક રદ્દ કરાઈ છે, અને તેનું મતદાન પણ બાદમાં યોજાશે.

ત્યારે હવે 12 ડિરેક્ટર પદ માટે 24 ઉમેદવાર અને એક પ્રમુખ પદની બેઠક માટે બે ઉમેદવારો વચ્ચે ટક્કર છે.

ઉલ્લેખનીય છે કે, પ્રમુખ પદ માટે ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલ મેદાને છે. જ્યારે બીજીતરફ ચોર્યાસી ડેરીના પ્રમુખ નરેશ પટેલ મેદાને છે.

Related Post

Verified by MonsterInsights