સુરત : રાજ્યની વિજય રૂપાણી સરકારના પાંચ વર્ષની ઉજવણીમાં આજે 6 ઓગષ્ટે છઠ્ઠા દિવસે સુરત સહીત રાજ્યભરમાં રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી .
સુરતમાં મુખ્યપ્રધાન રૂપાણીના મુખ્ય અતિથી સ્થાને તેમજ રાજ્યના ઉર્જાપ્રધાન સૌરભ પટેલ અને નવસારીના સાંસદ તેમજ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી.
કૉરોનાના કપરાકાળમાં પણ સામાન્ય વહીવટ વિભાગ , શ્રમ અને રોજગાર વિભાગ સહિત અન્ય સરકારી વિભાગોમાં શિક્ષણ સહાયક , નર્સ જેવા વિવિધ સંવર્ગમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી તેમજ બોર્ડ – કોર્પોરેશનો તથા ખાનગી ક્ષેત્રોમાં આપી મહત્તમ રોજગારી પસંદગી પામેલા અંદાજે 60 હજારથી વધુ યુવાનોને નિમણૂક પત્રો આપવામાં આવ્યાં.
રાજ્યનાં તમામ જિલ્લાઓમાં અને મહાનગરપાલિકાનાં કુલ 52 સ્થળોએ મેગા જોબફેર અને નિમણૂકપત્રોના વિતરણ અંગેના કાર્યક્રમો યોજાયા. આ સાથે જ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે અનુબંધમ્ રોજગાર પોર્ટલનો શુભારંભ કરવામાં આવ્યો. અનુબંધમ્ રોજગાર પોર્ટલ રોજગારદાતા અને રોજગાર વાંચ્છુઓ વચ્ચે ડિજિટલ પહેલથી રોજગારી મેળવવાનો સુદ્રઢ સેતુ બની રહેશે.