સુરતના મોટા વરાછામાં એટીએસએ દરોડો પાડી નકલી વિઝા-પાસપોર્ટ બનાવી લોકોને વિદેશ મોકલનારને ઝડપી પાડ્યો છે. તે પોતે 25 વખત ગેરકાયદે રીતે બાંંગલાદેશ જઈ આવ્યો છે. એટીએસને બાતમી મળી હતી કે મોટા વરાછામાં જાદવત ફળિયામાં રહેતો મો.ઇરફાન ઐયુબ ઇસ્માઈલ આદમ વિવિધ દેશોના બોગસ પાસપોર્ટ અને વિઝા બનાવી લોકોને વિદેશ મોકલે છે. બાતમીના આધારે PI સી.આર.જાદવ અને PSI વી.વી.ભોલાએ મો.ઇરફાનના ઘરે દરોડા પાડી આરોપીના ઘરેથી નેપાળ, આર્મેનિયા, તુર્કી, મલેશિયા, દક્ષિણ આફ્રિકા, કેનેડા, અમેરિકા, પેરુ તથા નાઇજીરિયાના નકલી પાસપોર્ટ કબજે કર્યા હતા. ઇરફાને થાણે, મુંબઈ, દિલ્હી સહિતની વિવિધ પાસપોર્ટ ઓફિસેથી બોગસ પાસપોર્ટ મેળવ્યા હતા.

આરોપી સોશિયલ મીડિયા પર લોકોને જણાવતો કે એરપોર્ટ પર તેનું સેટિંગ છે. પાકિસ્તાનથી પણ યુરોપ, સાઉથ અફ્રિકા, કેનેડા અને યુ.કે.માં લોકોને મોકલ્યા છે. અગાઉ સુરત, ભરુચ, વડોદરા, મુંબઈ, કોલકાતામાં 7 ગુના નોંધાતાં 5 કેસમાં ધરપકડ થઈ હતી. તેના ફોનમાંથી 50થી વધુ બોગસ પાસપોર્ટને લગતા ફોટો અને ડોક્યુમેન્ટ મળ્યા છે. એટીએસ તપાસ કરે છે કે તેના દેશદ્રોહી તત્ત્વો સાથે કનેક્શન છે કે નહીં.

આરોપી ઇરફાને એક એડવર્ટાઈઝિંગ સાઇટ પર અશ્લીલ પોસ્ટ મૂકી લખ્યું કે જે મહિલા સ્વચ્છંદી હોય, દારૂ પીવાની ટેવ હોય, વિદેશોમાં તેની સાથે ફરી શકે, તેની સાથે શરીર સંબંધ બાંધી શકે એવી મહિલાને વિદેશ લઈ જવાનો, રહેવાનો,ખાવા-પીવાનો શોપિંગનો તમામ ખર્ચ પોતે ભોગવશે.

આરોપીએ પૂtછપરછમાં જણાવ્યું હતું કે તે સુરતની બે યુવતીને કોલકાતાથી બાંગ્લાદેશ લઈ જઈ ત્યાં એક મહિનો રાખી યુવતીના જન્મનો બોગસ દાખલો બનાવી દુબઈ અને ત્યાંથી કેનેડા મોકલવાનો હતો. એ પહેલાં જ આરોપી ઝડપાઈ ગયો હતો. બે યુવતીની પણ શોધખોળ ચાલુ છે.

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page