સુરત : શિક્ષણ વિભાગનો શાળા શરૂ કરવાનો નિર્ણય વિદ્યાર્થીઓને ભારે પડી રહ્યો છે. સુરત શહેરમાં 2 શાળાના 3 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમણનો શિકાર બની રહ્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા સ્કૂલોમાં ચાલી રહેલા ટેસ્ટિંગ દરમિયાન 2 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
કતારગામની શારદા વિદ્યાલયના વિદ્યાર્થીઓ કોરોનાની ચપેટમાં આવ્યા છે. અગાઉ લિંબાયત વિસ્તારની સુમન સ્કૂલનો ધોરણ.10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટિવ આવતા સ્કૂલ બંધ કરાઇ હતી. આમ પાછલા 24 કલાકમાં સુરતમાં કુલ 3 વિદ્યાર્થીઓ સંક્રમિત થયા છે. મહત્વપૂર્ણ છે કે, અત્યાર સુધી સુરત મહાનગરપાલિકા એ કુલ 18, 621 વિદ્યાર્થીઓનો કોરોના ટેસ્ટ કર્યો છે.