Wed. Sep 11th, 2024

સુરત / હવે કચરા વીણનારા લોકોને પણ આઈકાર્ડ અપાશે, 911 રેક પિકર્સ રજીસ્ટર્ડ

સુરત શહેરમાં કચરા વીણનારા લોકોને અને મહાનગરપાલિકાની સૂકો તેમજ ભીના કચરાના સેગ્રીગેશન પર કામ કરતા લોકો રેક પિકર્સને સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળી રહે, તે માટે મહાનગરપાલિકા દ્વારા સરકારની યોજનાના ભાગરૂપે માનવતાવાદી અભિગમ દર્શાવવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા રેકપિકર્સ 911 રજીસ્ટર કરવામાં આવ્યા છે.

સુરતમાં આવા રેકપિકર્સની 911 ઓળખ કરવામાં આવી છે, અને હવે તેઓને આગામી દિવસોમાં આઈકાર્ડ પણ આપવામાં આવશે. અત્યાર સુધી વર્ગ 4ના કર્મચારીઓને જ આરોગ્ય વિભાગમાં લાભો મળવાપાત્ર થતા હતા. પરંતુ હવે છૂટક કચરો વીણીને ગુજરાન ચલાવતા લોકો સ્વનિર્ભર બની શકે તે હેતુ થી સરકાર દ્વારા આ યોજના હાથધરવામાં આવી છે. આ રેક પિકર્સ સ્વાવલંબી થઈ શકે તે માટે સરકારની વિવિધ યોજનાઓનો લાભ તેમને મળી શકે તે હેતુથી આ કામગીરી હાથધરવામાં આવી છે.

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ કહ્યું કે, હાલ રજીસ્ટર 911 રેક પિકર્સને અલગ -અલગ સરકારી યોજનાના લાભ મળી શકે તે માટે તેમને આઈ કાર્ડના આધારે જોડવામાં આવશે. પરંતુ હવે છૂટક કચરો વીણતાં અને પરિવારનું ગુજરાન ચલાવતા આવા રેક પિકર્સને પણ આઈકાર્ડ થકી ઓળખ મળશે. અને અલગ -અલગ સરકારી લાભો મળતા તેઓને પણ લાભ થશે. ભવિષ્યમાં રેક પિકર્સને સરકાર તરફથી સબસીડી પણ મળી શકશે, અને આરોગ્ય લક્ષી કેટલાક લાભ પણ મળી શકશે.

Related Post

Verified by MonsterInsights