સુરતથી ધોળા દિવસે લૂંટની મોટી ઘટના સામે આવી છે. બારડોલીના મોતા ગામની બેંકમાં ધોળા દિવસે દિલધડક લૂંટ થઇ છે. સુરત ડિસ્ટ્રિક્ટ કો.ઓ.બેંકમાં દિલધડક લૂંટ થવાથી ચકચાર મચી જવા પામ્યો છે.

ત્યારે જણાવી દઈએ કે 3 લૂંટારૂઓ બેંકમાં ઘુસ્યા હતા. બાદમાં તમંચા વડે બેંક કર્મચારીઓને બાનમાં લીધા. અને બેંકમાંથી 10.40 લાખની લૂંટ ચલાવી ત્રણેય લૂંટારૂઓ ફરાર થઇ ગયા. લૂંટની સમગ્ર ઘટના CCTV માં થઇ કેદ થઇ છે.


જેમાં સાફ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે લુંટારાઓએ લૂંટ આચારી. તો ઘટનાની જાણ થતા જ જિલ્લા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. તમને જણાવી દઈએ કે આ ગામની બેંક સુરત ડિસ્ટ્રીક્ટ કો. બેંકમાં 3 જેટલા લૂંટારૂ ઘસી આવ્યા હતા.

લૂંટારાઓએ તમંચા સાથે આવીને બેંકના 6 જેટલા કર્મચારીઓને બંધક બનાવ્યા હતા. માહિતી અનુસાર ત્રણમાંથી 2 પાસે તમંચા હતા. આ બાદ બેંકમાં રહેલી રકમ ઠામી ગયા છે. બેંકમાંથી 10.40 લાખની લૂંટારાઓએ લૂંટ ચલાવી હતી. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. તપાસમાં જાણવા મળ્યું છે કે ચૂંટ ચલાવીને લૂંટારૂ બાઈક લઈને ફરાર થઇ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page