Tue. Sep 17th, 2024

સુરેન્દ્રનગર:રેડ પાડવા જતી ઇન્કમટેક્સની ટીમને અકસ્માત નડ્યો

સુરેન્દ્રનગરના મૂળી નજીક સોમસર પાટીયા પાસે ઇન્કમટેક્સ વિભાગની ટીમને અકસ્માત નડ્યો છે. ઈન્કમટેક્સ વિભાગની ટીમ રાજકોટ રેડ કરવા જતી હતી ત્યારે અકસ્માત નડ્યો હતો. અકસ્માતના પગલે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અમદાવાદ થી રાજકોટ ઈન્કમટેક્સના દરોડા પાડવા જતી ટીમ નો સુરેન્દ્રનગર ના સોમાસર ગામ પાસે અકસ્માત સર્જાયો.

11 અધિકારીઓને ગંભીર ઇજાઓ પહોંચી : તમામને સારવાર માટે પ્રથમ સુરેન્દ્રનગર સી.યુ.શાહ મેડિકલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા.

વહેલી સવારે અમદાવાદથી રાજકોટ તરફ ઈન્કમટેક્સના દરોડા પાડવા જતી વેળાએ સોમાસર ગામ પાસે ગાડી ના ચાલકે સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવતા ગાડી ધડાકાભેર ઝાડ સાથે અથડાઈ.

6 મહિલા સહિત 11 અધિકારીઓ ને ગંભીર ઇજાઓ પહોંચી.

સુરેન્દ્રનગર ની પોલીસ ટીમે તમામ ને અમદાવાદ રીફર કરવા માટે હાથ ધરી કવાયત

Related Post

Verified by MonsterInsights