સુરેન્દ્રનગર:સાયલાના ઢાંકણીયાની સીમ જમીનમાં પૂર્વ આયોજીત પત્નીએ પ્રેમિને બોલાવી સુતેલા પતિને ગળે ફાસો આપી મોતને ઘાટ ઉતાર્યો. પરંતુ પત્નીએ તારમાં ફસાયેલા પતિનું ગળે ફાસો થતા મોત થયુ કહેતા અગ્નીસંસ્કાર બાદ પરિવારજનોએ વધુ તપાસ હાથ ધરતા પત્નિએ પ્રેમી સાથે મળી પતિનું કાસળ કાઢયું હોવાનું બહાર આવતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

પતિ જેમાંભાઇ
પતિ જેમાંભાઇ

પરિવારજનોને આશંકા ગઈ હતી
સાયલાના ઢાંકણીયાની સીમ જમીનમાં આવેલી વાડીએ જેમાંભાઇ રૂપાભાઇ વાઘેલા ત.કોળી અને તેમના પત્ની રેખાબેન સુતા હતા. તે દરમિયાન રાત્રીના સમયે રેખાબેનને ઢાંકણીયા ગામે પરિવારજનોને ફોન કરીને જેમાભાઇ ઢોર તગેડવા જતા તારમાં ફસાયેલા જેમાભાઇનું ગળે ફાસો થતા મોત થયુ હોવાનું જણાવ્યુ હતુ.જ્યારે મૃતકની લાશને પી.એમ માટેની ના કહેતા પરિવારજનો સવારે જેમાભાઇનો અગ્નીસંસ્કાર કર્યો હતો.પરંતુ પરિવારજનોને જેમાભાઇના મોત બાબતની આશંકાએ વધુ તપાસ હાથ ધરતા વાડીમાં ખાટલાની તુટેલી ઇસ અને લોહીના ડાઘ વાળો રૂમાલ હાથ લાગ્યો હતો.

પોલીસે રેખાબેનની કડક પૂછપરછ કરી હતી
પરિવારજનોએ રેખાબેનને પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ ન મળતા મામલો સાયલા પોલીસ સ્ટેશને પહોંચ્યો પી.એસ.આઇ એસ.એસ.વરૂ અને મહિલા પોલીસ સંગીતાબેને રેખાબેનની પુછપરછ કરતા રેખાબેન ભાંગી પડયા હતા. અને બે વર્ષથી સોનગઢના ભરતભાઇ ભોપાભાઇ રંગપરા સાથે પ્રેમ સબંધ હોવાનું અને પતિનું કળસ કાઢયું માટે પૂર્વ આયોજીત કાવતરુ કર્યુ હોવાનું જણાવતા પરિવારજનો હેબતાઇ ગયા હતા.

રેખાબેને સમગ્ર કહાણી જણાવતા રોષ
પુછપરછમાં ઢાંકણીયાની વાડીએ રાત્રીના સમયે ખાટલા સુતેલા પતિ જેમાભાઇને મોતને ઘાટ ઉતારવા પત્ની અને પ્રેમી ભરતભાઇ સાથે મળી દુપટો અને સાડીથી ગળે ફાસો આપતા જેમાભાઇ જાગી જતા સામનો કરતા રેખાબેન અને પ્રેમી ભરતભાઇ ભોપાભાઇ ઉપર ચઢી સાડીથી ગળે ફાસો આપતા મોઢામાં નિકળેલું લોહી રુમાલથી દબાવી મોત થયુ હોવાનું જણાવતા પરિવારજનોમાં રેખાબેન ઉપર ફીટકાર જોવા મળતો હતો.

3 માસથી પતિનો ખેલ પાડી દેવા પત્ની મથતી હતી
પતિની હયાતીમાં પ્રેમી સાથે રહી શકાય નહી તેથી પતિનું કળસ કાઢવા માટે 3 માસથી આયોજન કરતા હોવાનું પત્ની રેખાબેને પોલીસને જણાવતા સાયલા પોલીસ પણ આશ્ય પામી.

પી.એમ.ની ના પાડતા અજુગતા બનાવની આશંકા
રાત્રીના સમયે પતિની લાસને પી.એમ.માં ચીરે તેવુ જણાવીને પત્નીએ રેખાબેન પરિવારજનોને મનાવી લીધા અને પરિવારજનોએ લાસની અંતિમવીધી પણ ઢાંકણીયા ગામે વ્હેલી સવારે કરી હતી.

લોહી વાળી ઇસ ને રુમાલ મળતા પોલીસને જાણ કરી
અગ્ની સંસ્કાર બાદ મોત બાબતની આશંકાએ રમેશભાઇ વાઘેલા, દેવસીભાઇ મેર, મોહનભાઇ કાનાભાઇ, રૃપાભાઇ વાઘેલા વાડીએ ગયા હતા અને ઓરડી નજીક તુટેલો ખાટલો અને ખાટલાની ઇસ લોહી અને નજીકમાં પડેલ રુમાલ પણ લોહી વાળો જોવામાં આવતા સાયલા પોલીસને જાણ કરવામાં આવી હતી.

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page