Wed. Sep 11th, 2024

સુશાંત સિંહના આત્મહત્યા પછી આ લક્ઝુરિયસ ફ્લેટ મહિનાઓથી ખાલી છે, લોકો તેને ખરીદવા કે ભાડેથી રહેવા તૈયાર નથી.

ફિલ્મ અને ટીવીના પ્રિય અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અવસાનને એક વર્ષ થઈ ગયું છે. 14 જૂને સુશાંત સિંહની પહેલી પુણ્યતિથિ હતી. અનેક હસ્તીઓ અને તેમના ચાહકોની આંખોમાં આંસુ જોવા મળ્યા. પરંતુ આ દરમિયાન એક વાત પ્રકાશમાં આવી છે કે સુશાંત સિંહના મૃત્યુ પછી મુંબઇમાં તેમનું ઘર સંપૂર્ણ ખાલી થઈ ગયું છે. સુશાંતસિંહે પોતાનું ઘર ખૂબ જ ખાસ રીતે શણગારેલું હતું.પરંતુ તેમના ગયા પછીથી ઘર વિરાન જેવી હાલતમા પડ્યું છે. આ મકાનમાં હજી કોઈ રહેવા આવ્યું નથી.

સુશાંત સિંહ સીવ્યૂ ફ્લેટમાં રહેતા હતા. તમને જાણીને આશ્ચર્ય થશે કે તમે પણ ભાડુઆત તરીકે સુશાંત સિંહના આ ખાલી મકાનમાં જઈ શકો છો. અંતમાં અભિનેતાના લગ્ઝુરિયસ એપાર્ટમેન્ટમાં હવે કોઈ પણ ભાડે લઈ શકે છે. સુશાંતનું ઘર મુંબઇના બાંદ્રા વિસ્તારમાં આવેલું છે. સુશાંત ઘર માટે દર મહિને 4.5 લાખ રૂપિયા ચૂકવતો હતો. પરંતુ હવે મકાન ભાડા માટે ઉપલબ્ધ છે, અને હવે ભાડુ  4 લાખ કરવામાં આવ્યું છે.

સુશાંતના ઘર વિશે વાત કરતા એક સેલિબ્રિટી દલાલે કહ્યું કે એપાર્ટમેન્ટને લીઝ પર લેવામાં આવ્યું છે. હાલમાં તેના માટે ભાડૂતની શોધમાં છે. લોકડાઉનને કારણે ઘરના માલિકને ભાડુત શોધવામાં મુશ્કેલી આવી રહી છે. સુશાંતની આત્મહત્યા પછી લોકો તેને ખરીદવા કે ભાડેથી રહેવા તૈયાર નથી.

સુશાંતે ડિસેમ્બર 2019 માં મકાન ભાડે લીધું હતું. અભિનેતાએ તેને 36 મહિનાના કરાર પર રાખ્યો હતો. પરંતુ ગયા વર્ષે જૂનમાં તેણે આ ઘરમાં આત્મહત્યા કરી હતી. તેણે તે જ મકાનમાં તેના રૂમમાં લટકીને આત્મહત્યા કરી હતી. સુશાંત સિંહને વાંચવાનો ખૂબ શોખ હતો, તેથી તેણે ઘણા પુસ્તકો ઘરમાં મૂક્યા છે. તેમના ફ્રી ટાઇમમાં તેને પુસ્તકો વાંચવાનું ખૂબ ગમતું હતું, જે આજે પણ તેમના ઘરે રાખવામાં આવ્યા છે. સુશાંતસિંઘને આ ફ્લેટ ખૂબ ગમતો, તેથી તેણે આ ઘરને એક ખાસ કલેક્શન સાથે સજાવ્યું હતું.

Related Post

Verified by MonsterInsights