Fri. Sep 20th, 2024

સોમવારથી દેશભરમાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને રસી લગાવવામાં આવશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 7 જુને જાહેરાત કરી હતી કે 21 જુન સોમવારથી સમગ્ર દેશમાં કોરોના વિરોધી રસીનાં નિશુલ્ક ડોઝ લગાવવામાં આવશે, રસીકરણનાં નવા તબક્કામાં 18 વર્ષથી વધુ વયનાં તમામ લોકોને નિશુલ્ક ડોઝ લગાવવામાં આવશે, અને સંપુર્ણ ખર્ચ સરકાર ઉઠાવશે, વધુ એક મહત્વની વાત છે કે હવે કોવિન એપ પર પહેલાથી જ રજીસ્ટ્રેશન અનિવાર્ય નથી.

દેશમાં રસીકરણ ઝડપી બનાવવા માટે કેન્દ્ર સરકારે તાજેતરમાં જ દેશભરમાં નિશુલ્ક રસીકરણ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં સોમવારથી દેશભરમાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને રસી લગાવવામાં આવશે. હવે રાજ્યોએ રસી ઉત્પાદકો પાસેથી રસી ખરીદવી પડશે નહીં. હવે કેન્દ્ર સરકાર આ રસીઓ ખરીદશે અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિના મૂલ્યે આપશે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર, કેન્દ્ર સરકાર જૂની નીતિ પર પાછા જવા માટે સંમત થઈ કારણ કે ઘણા રાજ્યોએ કહ્યું હતું કે તેઓને રસી ખરીદવામાં, તેના લોજિસ્ટિક્સનું સંચાલન કરવામાં અને નાણાંનું સંચાલન કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેનાથી રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમને પણ અસર થઇ રહી હતી. તેથી, 21 જૂનથી, કેન્દ્ર સરકારે દેશભરમાં નિશુલ્ક રસીકરણની જાહેરાત કરી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, સમગ્ર વિશ્વને માટે માથાનો દુખાવો બનેલા કોરોના રોગચાળાનો સામનો કરવા રસીકરણ બ્રહ્માસ્ત્રરૂપ બન્યું છે. કોવિડ -19 રસીકરણનું કામ વિશ્વભરમાં ચાલી રહ્યું છે. ભારતમાં દરરોજ લગભગ 30 લાખ લોકોને રસી આપવામાં આવી રહી છે. આગામી દિવસોમાં આ રસીકરણ વધુ ઝડપી બનશે.

Related Post

Verified by MonsterInsights