સોશિયલ મીડિયા પર એક ક્યૂટ બાળકીનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ બાળકી એટલી નિર્દોષતાથી પોતાની વાત રજુ કરી રહી છે કે જેણે પણ આ વીડિયો જોયો તે ભાવુક થઈ ગયા.
સોશિયલ મીડિયા પર એક ક્યૂટ બાળકીનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ બાળકી એટલી નિર્દોષતાથી પોતાની વાત રજુ કરી રહી છે કે જેણે પણ આ વીડિયો જોયો તે ભાવુક થઈ ગયા. વીડિયોમાં જોવા મળતી 6 વર્ષની બાળકી કાશ્મીરની છે. કોરોનાકાળમાં બાળકો ઓનલાઈન ક્લાસથી કંટાળી ગયા છે. આ બાળકી ઓનલાઈન અભ્યાસના બોજથી એટલી કંટાળી છે કે તેણે પીએમ મોદીને એક ભાવુક અપીલ કરી નાખી. બાળકીની આ અપીલ પર તાબડતોબ એક્શન પણ લેવાયું છે.
Modi saab ko is baat par zaroor gaur farmana chahiye😂 pic.twitter.com/uFjvFGUisI
— Namrata Wakhloo (@NamrataWakhloo) May 29, 2021
બાળકીનો માસૂમ વીડિયો
કોરોના સંકટમાં શાળાઓ બંધ છે. લાંબા સમયથી ઘરોમાં કેદ શાળાઓથી દૂર છે આવામાં તેમના અભ્યાસ પર બ્રેક ન લાગે તે માટે ઓનલાઈન ક્લાસ શરૂ થયા. પરંતુ બાળકો માટે આ ઓનલાઈન ક્લાસ પરેશાનીનું કારણ બનતા જોવા મળે છે. સોશિયલ મીડિયા પર આવી જ એક 6 વર્ષની બાળકીનો મીઠી ફરિયાદ કરતો વીડિયો ખુબ ચર્ચામાં છે. જેને જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ પણ ધ્યાનમાં લીધો છે. બાળકી વીડિયોમાં પીએમ મોદીને ગુહાર લગાવે છે કે મોદી સાહેબ બાળકોએ આખરે આટલું કામ કેમ કરવું પડે છે. પહેલા અંગ્રેજી, ગણિત, ઉર્દૂ, ઈવીએસ અને ત્યારબાદ કોમ્પ્યુટરના ક્લાસ. મારા 10 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધી ક્લાસ ચાલે છે. આટલું કામ તો મોટા બાળકો પાસે હોય છે.
રાજ્યપાલે લીધુ એક્શન
બાળકીનો વીડિયો વાયરલ થયા બાદ જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ મનોજ સિન્હાએ તાબડતોબ એક્શન લીધુ છે. તેમણે લખ્યું કે ખુબ જ નિર્દોષતાભરી ફરિયાદ, શાળાના બાળકો પર હોમવર્કનો બોજો ઓછો કરવા માટે શાળા શિક્ષણ વિભાગને 48 કલાકની અંદર નીતિ બનાવવાનો નિર્દેશ આપ્યો છે. બાળપણની નિર્દોષતા ભગવાનની ભેટ છે અને તેમના દિવસો જીવંત, આનંદ અને આનંદભર્યા હોવા જોઈએ.
વીડિયો થઈ ગયો વાયરલ
માસૂમ બાળકીએ કહ્યું કે આટલો બોજો બાળકો પર કેમ નાખવામાં આવી રહ્યો છે. તેનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ છે. બાળકીનો વીડિયો 1.11 મિનિટ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે બાળકીની આ ફરિયાદ બાદ હવે ઓનલાઈન ક્લાસમાં વધતા અભ્યાસના બોજાથી બાળકોને કઈક રાહત મળી શકશે.