તાઉ-તે બાદ યાસનો વારો
આર.કે. જેનામનીએ કહ્યુ- અંડમાનના ઉત્તરી ભાગ અને પૂર્વી મધ્ય બંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાતી તોફાન બની રહ્યું છે. 22ના લો પ્રેશર અને 23ના ડિપ્રેશન શરૂ થશે. તે 24-25 મેએ ચક્રવાતી તોફાન બની જશે. તેનું નામ ‘યાસ’ છે. 26 મેની સાંજે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં વરસાદ શરૂ થઈ શકે છે.
અરબ સાગરથી ઉઠેલા ચક્રવાતી તોફાન તાઉ-તે એ ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા સહિત દમન અને દીવમાં તબાહી મચાવી છે. તેની અસર દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતના ઘણા જિલ્લામાં જોવા મળી છે. આ ક્ષેત્રોમાં પણ ભારતીય હવામાન વિભાગએ આગામી બે દિવસમાં વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. દિલ્હી-એનસીઆર અને ઉત્તર પ્રદેશ સિવાય હરિયાણા અને રાજસ્થાનના અનેક જિલ્લામાં મંગળવારની રાતથી હળવો વરસાદ થઈ રહ્યો છે. આ વચ્ચે હવે તાઉ-તે શાંત પડ્યા બાદ બીજા વાવાઝોડાના સંકેત મળી રહ્યાં છે.
આ રાજ્યોમાં વરસાદ
IMD વૈજ્ઞાનિક રાજેન્દ્ર કુમાર જેનામનીએ કહ્યુ કે, Cyclone Tauktae આજે ઉદયપુરની પાસે છે. પહેલાથી તે નબળુ પડી ગયું છે. રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં અનેક સ્થળોએ વરસાદ થશે. આ દરમિયાન પવન વધુ રહેશે નહીં. હવામાન વિભાગ પ્રમાણે ઉત્તરાખંડ, પશ્ચિમી ઉત્તર પ્રદેશ અને હરિયાણાના અનેક જિલ્લામાં વરસાદ થશે. તો દિલ્હીમાં પણ હળવા વરસાદની શક્યતા છે.
ઉત્તરપ્રદેશના રસ્તેથી જશે તાઉ-તે
MET અમદાવાદના પ્રભારી ડાયરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યુ, રાજસ્થાન પાર કરી ચક્રવાત તાઉ-તે ‘ ઉત્તરપ્રદેશ થઈ જતું રહેશે. બે દિવસ બાદ ગુજરાતમાં સ્થિતિ સામાન્ય છે. કેટલાક સ્થળો પર મધ્યમ વરસાદ થઈ શકે છે. અમદાવાદનું વાતાવરણ વાદળછાયુ જોવા મળી રહ્યું છે.