ગુજરાતમાં વરસાદનું આગમન થયું છે. ગુરુવારથી અનેક જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે શુક્રવારે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા કેટલાક જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અમદાવાદ, બનાસકાંઠા, વડોદરા અને વલસાડમાં ભારે વરસાદની સંભાવના છે.
આગામી ત્રણ દિવસ વરસાદ પડશે
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. વરસાદ આવતાની સાથે જ લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. વાતાવરણમાંથી ગરમી દૂર થઈ ગઈ છે અને ઠંડક પ્રસરી ગઈ છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ હજુ વરસાદ પડશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, પશ્ચિમ રાજસ્થાનથી ઉત્તરપૂર્વ બંગાળની ખાડીમાં ટ્રો સર્જાયો છે.
દક્ષિણ પાકિસ્તાનમાં અને તેની આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આ બતાવે છે કે આગામી 2-3 દિવસમાં ગુજરાતમાં ચોમાસું આગળ વધવા માટે અનુકૂળ વાતાવરણ છે. આજે વહેલી સવારથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં સતત વરસાદ પડી રહ્યો છે. જિલ્લામાં સારા વરસાદને પગલે ખુશીનું વાતાવરણ સર્જાયું છે