Sat. Oct 5th, 2024

હવે માત્ર ૭૨ કલાકમાં જ કોરોના થઈ જશે દૂર,આવી રહી છે એવી જોરદાર દવા

મહારાષ્ટ્ર્રના કોલ્હાપુર સ્થિત ૪ વર્ષ જૂની એક બાયોસાયન્સ કંપની કોરોના વાયરસ સંક્રમણની સારવાર માટે કારગર એક દવાની ટેસ્ટિંગ કરી રહી છે. જો આ દવા તમામ માપદંડો પર ખરી ઉતરે છે તો કોવિડના હળવા અને મધ્યમ લક્ષણોવાળા દર્દીઓની સારવાર માટે આ ભારતની પહેલી સ્વદેશમાં વિકસિત દવા હશે, જેનો ઉપયોગ કોરોના વાયરસ સંક્રમણને રોકવા માટે કરવામાં આવશે. શઆતના ટેસ્ટિંગમાં દવાએ આશા જગાવે તેવા પરિણામ આપ્યા છે.આ કંપની એન્ટીબોડી વિકસિત કરવા માટે ઘોડાનો ઉપયોગ કરી રહી છે.

આ દવાના ઉપયોગથી ૭૨થી ૯૦ કલાકમાં કોરોના સંક્રમિત દર્દીનો આરટી-પીસીઆર ટેસ્ટ નેગેટિવ આવી રહ્યો છે. રિપોર્ટ પ્રમાણે, કંપનીના અધિકારીએ આ જાણકારી આપી છે. વર્તમાન સમયમાં દવાનો અત્યારે હ્યુમન ટ્રાયલનો પહેલો તબક્કો ચાલી રહ્યો છે અને આગષ્ટ્રના અતં સુધી આના પૂર્ણ થવાની આશા છે. આઈસેરા બાયોલોજિકલ ફકત ૪ વર્ષ જૂની કંપની છે અને અત્યાર સુધી એન્ટીસીરમ પ્રોડકટનું ઉત્પાદન કરે છે, જેમ કે સાપ કરડવો, કૂતં કરડવું અને ડિપ્થીરિયાની સારવારમાં કારગર દવાઓ.

જો કે કંપનીને આ કામમાં સીરમ ઇન્સ્િટટુટ આફ ઇન્ડિયા તરફથી પણ થોડીક મદદ મળતી રહી છે. આ દરમિયાન કંપનીએ કોવિડ એન્ટીબોડીનું એક કારગર કોકટેલ તૈયાર કયુ છે અને આના ઉપયોગથી કોવિડના હળવા અને મધ્યમ લક્ષણવાળા દર્દીઓમાં સંક્રમણના ફેલાવાને રોકી શકાય છે અને શરીરમાં રહેલા વાયરસને ખત્મ પણ કરી શકાય છે. ના પૂર્વ મહાનિર્દેશક પ્રોફેસર એન.કે. ગાંગુલીએ કહ્યું કે, અત્યાર સુધી તો આ દવા આશા જગાવે છે, પરંતુ આપણે હ્યુમન ટ્રાયલના પરિણામોનો ઈંતઝાર કરવો જોઇએ. જો દવા કારગર મળે છે તો આ ઘણું ફાયદાકારક થઈ શકે છે. ખાસ કરીને ભારત જેવા દેશમાં મને લાગે છે કે બજારમાં ઉપલબ્ધ ઇન્ટરનેશનલ ઉત્પાદનોની સરખામણીએ દવા સસ્તી પણ થશે.

આઈસેરા બાયોલોજિકસના ડાયરેકટર (ન્યુ પ્રોડકટ) નંદકુમાર કદમે કહ્યું કે, દવાના કોકટેલમાં ઘણું વિશિષ્ટ્ર કોવિડ-૧૯ ન્યુટ્રલાઇઝિંગ એન્ટીબોડી સામેલ છે, જેને તમામ બહારના રસાયણોને હટાવીને શુદ્ધ કરવામાં આવ્યા છે. કોરોના વાયરસથી નીકાળવામાં આવેલા ખાસ એન્ટીજનને ઘોડાઓમાં ઇન્જેકટ કરીને એન્ટીબોડીને વિકસિત કરવામાં આવી છે. કંપનીને યોગ્ય એન્ટીજનની પસંદગી કરવામાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ આફ ઇન્ડિયાએ મદદ કરી છે. સાથે જ એ કેમિકલની પસંદગીમાં પણ સહયોગ કર્યેા, જેમના કારણે સંક્રમિત યજમાનમાં એન્ટીબોડી પેદા થાય છે. તેમણે કહ્યું કે, એન્ટીબોડી વિકસિત કરવા માટે ઘોડાને પસદં કરવામાં આવ્યા, કારણ કે મોટું જાનવર હોવાના કારણે મોટી સંખ્યામાં એન્ટીબોડી પેદા કરે છે.

Related Post

Verified by MonsterInsights