શિક્ષકને ભગવાનનું રૂપ માનવામાં આવે છે. પરંતુ ઓસ્ટ્રેલિયામાં ગુરૂ અને શિક્ષક વચ્ચેના સંબંધોને લાંછન લગાડતો એક કિસ્સો સામે આવ્યો છે. જેના કારણે એક માસૂમની જીંદગી બરબાદ થઈ ગઈ. હકીકતમાં એક મહિલા શિક્ષકે શાળાના 14 વર્ષના માસુમ સાથે જાતીય સંબંધ બાંધ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ પ્રકારનું કામ લાંબા સમયથી ચાલી રહ્યું છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મહિલાએ અગાઉ ઘણા છોકરાઓનો યૌન શોષણ કર્યુ છે.
આ ઘટના ઓસ્ટ્રેલિયાના સિડની છે. અહીં 24 વર્ષિય મહિલા શિક્ષકે 14 વર્ષના સગીર માસૂમ સાથે બળજબરીથી શારીરિક સંબંધો બાંધ્યા હતા. જોકે, આ સમગ્ર ઘટના શાળામાં સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
ઉલ્લેખનીય છે કે, લંચ બ્રેક મળે તે પહેલા આરોપી મોનિકાએ આ બાળકને પોતાની નગ્ન તસ્વીરો પણ મોકલી હતી. મહિલા ટીચર આ બાળકો પાસે તેમની પણ નગ્ન તસ્વીરો માગતી હતી. તમને જણાવી દઈએ કે, આરોપી શિક્ષક મોનિકા એલિઝાબેથ 10 અન્ય કેસોમાં સામેલ છે. તેના પર 14 થી 13 વર્ષની વયના બાળકો સાથે બળજબરીથી પૂર્વક સંબંધ બનાવવાનો આરોપ છે. પોલીસે તેને જુલાઈ 1 ના રોજ ધરપકડ કરી હતી.
આરોપી મોનિકાને સજા ફટકારે તે પહેલાં કોર્ટે બાળકનું નિવેદન વાંચવું યોગ્ય માન્યું હતું, જેમાં બાળકએ લખ્યું છે કે, “આ મહિલાએ તેનું જીવન કેવી રીતે બરબાદ કરી દીધું.” તેને સ્કૂલ છોડવા મજબૂર બનવુ પડ્યું કારણ કે અન્ય વિદ્યાર્થીઓ પણ તેમને હેરાન કરતા હતા. કોર્ટે મોનિકાને 4 વર્ષ 9 મહિનાની જેલની સજા ફટકારી છે. તેને 2 વર્ષ અને 4 મહિના સુધી જામીન પણ મળશે નહીં.