દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર હજી પણ રાશનની હોમ ડિલિવરી કરવાની યોજના ઘર્ષણ યથાવત છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્રના એક પત્રમાં ઉઠાવાયેલા મુદ્દાને હાસ્યાસ્પદ ગણાવ્યા હતા.
કેજરીવાલે કહ્યું, “કેન્દ્રનો પત્ર આવ્યો છે. આ દુ:ખદાયક છે, ડોર-ટુ-ડોર રેશન યોજનાને વિવિધ બહાના આપીને નિષ્ફળ કરવામાં આવી રહી છે. સવાલ એ છે કે જો તમારી રાશનની ગાડી ટ્રાફિકમાં ફસાઈ જાય તો તમે શું કરશો? ત્રીજા માળે રેશન કેવી રીતે પહોંચાડશો? તમે નાના શેરીમાં રાશન કેવી રીતે પહોંચાડશો? 21 મી સદીમાં, ભારત ચંદ્ર પર પહોંચ્યું છે અને તમે ત્રીજા માળે અટકી ગયા છો.’
કેજરીવાલે એમ પણ કહ્યું કે, “તમામ પક્ષો સાથે લડવાનું ચાલુ રાખવું યોગ્ય નથી. ટ્વિટર, લક્ષદ્વિપ, મમતા દીદી, મહારાષ્ટ્ર, ઝારખંડ, દિલ્હી સરકાર, ખેડૂતો, વેપારીઓ, પશ્ચિમ બંગાળના ચીફ સેક્રેટરી તમામ સાથે કેન્દ્ર લડી રહ્યું છે. આમ બધા સાથે લડતા રહેવાથી દેશ કેવી રીતે આગળ વધશે? ડોર ટુ ડોર રેશન યોજના રાષ્ટ્રીય હિતમાં છે, આ મુદ્દે લડવાનું બંધ કરો. ‘આ કિસ્સામાં, મનીષ સિસોદિયાએ ટ્વિટર પર કેન્દ્ર દ્વારા લખાયેલ એક પત્ર શેર કર્યો હતો.