અજીબો ગરીબ ચોરી / મધ્યપ્રદેશમાં ચોરો એવી વસ્તુ ઉઠાવી ગયા કે જેનાથી પોલીસ ચોંકી ગઈ

0 minutes, 0 seconds Read

તમે જાત જાતની ચોરી ઘટના વિશે સાંભળ્યું હશે, પરંતુ અમે આજે તમને જે ઘટના વિશે જણાવીશું તે જાણીને તમે ચોંકી જશો. તમે મંદિરોમાંથી મૂર્તિઓની ચોરી, કારમાંથી પેટ્રોલની ચોરી, કારમાંથી બેટરી અથવા લોગોની ચોરી વિશે સાંભળ્યું હશે પરંતુ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં આખેઆખો મોબાઇલ ટાવર જ ચોરો ઉઠાવી ગયા.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના મધ્યપ્રદેશના બહોડાપુરના ટ્રાન્સપોર્ટ નગરમાં બની છે. ચોરાયેલો મોબાઈલ ટાવર જીટીએલ કંપનીનો હતો અને મોબાઇલ ટાવર ગત જાન્યુઆરીથી બંધ હાલતમાં હતો. મોબાઇલ ટાવર બંધ થયા બાદ ત્યાના સ્ટાફને અન્ય જગ્યાએ શીફ્ટ કરવામાં આવ્યો હતો અને ટાવરની સંભાળ રાખવા માટે કોઈ ન હોવાથી ચોરોએ તકનો લાભ લીધો હતો.

ટાવરની સંભાળ માટે રામચંદ્ર તિવારી નામના વ્યક્તિને રાખવામાં આવ્યો હતો. એક ખેતરની વચ્ચે ટાવર લગાવવામાં આવ્યો હતો અને અહીંથી કંપનીએ પોતાની ઓફિસ હટાવીને અન્ય જગ્યાએ શીફ્ટ કરી હતી, ત્યારબાદથી જ ટાવર બંધ હાલતમાં હતો. કંપનીએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ટાવર ચોરીની ફરિયાદ નોંધાવી છે. પોલીસ સીસીટીવી કેમેરાના આધારે પણ આ મામલાની તપાસ કરી રહી છે.

ટાવરની ચોરી થયા બાદ તેમના નિરીક્ષક ચંદ્ર પ્રકાશ ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે તેઓ ચોંકી ગયા. આખેઆખા ટાવરની જ ચોરી થઇ ગઇ હતી અને માત્ર ટાવર જ નહીં પરંતુ વપરાતા શેલ્ટર, સ્ટેબિલાઇઝર અને એર કંડિશનર પણ ચોરાઇ ગયુ હતું. ટાવર ચોરીની આ ઘટનાથી બધા જ ચોંકી ગયા છે. મોબાઇલ ટાવરની ચોરી થઈ શકે છે તેવું કોઈએ કલ્પના પણ નહીં વિચાર્યુ હોય

 

author

Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights